વેટરન એક્ટર ધર્મેન્દ્રની બે ફિલ્મો ટૂંક સમયમાં રીલિઝ થવાની છે. સપ્ટેમ્બર મહિનામાં હોરર કોમેડી ખાલી બલી આવી રહી છે. જેમાં ધર્મેન્દ્રની સાથે મધુ, રજનીશ દુગ્ગલ, કાયનાત અરોરા, વિજય રાઝ અને રાજપાલ યાદવ છે. ફિલ્મની સ્ટોરી એક મોડેલ આધારિત છે, જે બોલિવૂડ એક્ટ્રેસ બનવા માગે છે. પોતાના ધ્યેયને સાકાર કરવા માટે તે એડ એજન્સીના માલિક સાથે રીલેશનશિપ વિકસાવે છે. એડ એજન્સી દ્વારા તેની ફિલ્મો પ્રોડ્યુસ કરવા પ્રયત્ન થાય છે, પરંતુ કોઈ ફિલ્મ પૂરી નથી. કંઈક વિચિત્ર ઘટનાઓ બન્યા કરે છે અને ફિલ્મો અટવાયા કરે છે.
એડ એજન્સીના માલિક અને મોડેલ આખરે પોલીસની મદદ લેવાનું નક્કી કરે છે. મોડેલની કરિયરને શું નડી રહ્યું છે, તેનો ખુલાસો કોમેડી અને હોરર રીતે અપાયો છે. ૧૬મી સપ્ટેમ્બરે આ ફિલ્મ રીલિઝ થવાની છે. ખાલી બલી બાદ ધર્મેન્દ્રની ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાની પણ રીલિઝ થવાની છે. કરણ જાેહરે પ્રોડ્યુસ કરેલી આ ફિલ્મમાં ધર્મેન્દ્રની સાથે શબાના આઝમી, જયા બચ્ચન, આલિયા ભટ્ટ અને રણવીર સિંહ છે.


















Recent Comments