fbpx
અમરેલી

સાવરકુંડલાના આંબરડી ગામની સીમમાં સિંહણનો માલધારી પર હુમલો

સાવરકુંડલાના આંબરડી ગામની સીમમાં માલધારી પશુ ચરાવાતો હતો તે દરમ્યાન સિંહણે હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્ત માલધારીને લોહીલુહાણ હાલતમાં સાવરકુંડલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અમરેલી જીલ્લામાં સિંહોની વસ્તી જેમ વધે છે તેમ માનવજીવ પર જીવલેણ હુમલાનાં બનાવો પણ વારંવાર બને છે. ત્યારે આવો જ એક વધુ બનાવ સાવરકુંડલાના આંબરડી ગામમાં બન્યો હતો. આંબરડી ગામની સીમમાં માલધારી ભાવેશ હમીર ભરવાડ (ઉ.વ.30) પશુ ચરાવાતો હતો તે દરમ્યાન સિંહણે હુમલો કર્યો હતો.

માલધારી ભાવેશ ભરવાડને ડાબા હાથ અને મો પર સિંહણે ઇજાઓ કરી હતી. પ્રાપ્ત માહિતી મુજબ અગાઉ આજ માલધારી ભાવેશ ભરવાડ પર સિંહોએ હુમલાઓ કર્યા છે. અગાઉ બે વાર સિંહ હુમલાનો ભોગ બેનલા માલધારી ભાવેશ ભરવાડ પર ત્રીજીવાર સિંહણનો હુમલો કર્યો હતો. સિંહણનાં હુમલાની જાણ વનવિભાગને કરવામાં આવતા, વનવિભાગનો સ્ટાફ ઘટનાસ્થળે પંહોચ્યો હતો. ઇજાગ્રસ્ત માલધારી ભાવેશ ભરવાડની વનવિભાગ દ્વારા સિંહણ હુમલાની ઘટના અંગે માહિતી મેળવી ઇજાગ્રસ્ત માલધારી ભાવેશ ભરવાડને લોહીલુહાણ હાલતમાં સાવરકુંડલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

Follow Me:

Related Posts