ભાવનગરના મંદિરો પણ ઘંટારવ સાથે તિરંગાને લહેરાવવા સાથે રાષ્ટ્રીયતાના રંગે રંગાયા
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આજથી શરૂ થયેલ ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં સામાન્ય નાગરિક સમાજ સાથે આધ્યાત્મિકતા પણ જોડાઈ છે.આજે જ્યારે ભારત માતાને વંદન કરવાનો અવસર છે ત્યારે ભારતની આધ્યાત્મિકતા અને ધર્મ પણ કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર રાષ્ટ્રીયતાના રંગે રંગાયા છે.શ્રાવણ મહિનાને લઈને મંદિરોમાં સામાન્ય રીતે ઘંટારવ સાંભળવાં મળે છે. પરંતુ આજના દિવસે ઘંટારવ સાથે મંદિરો ઉપર પણ ધ્વજાની સાથે રાષ્ટ્રધ્વજ લહેરાઈ રહ્યાં છે.
આજે વરૂણદેવતા પણ જ્યારે તેને સહકાર આપી રહ્યાં હોય તે રીતે પૂરજોશમાં વાયરો વાઈ રહ્યો છે, ત્યારે રાષ્ટ્રધ્વજ પણ જ્યારે અવકાશમાં ભારત માતાનો જયકારો બોલાવતો હોય તે રીતે હવામાં લહેરાઈને ‘ભારત માતા કી જય’ના સ્વરો હવામાં લહેરાવીને સમગ્ર સમાજ જીવનને રાષ્ટ્રભક્તિથી રંગાવવા માટે ઇજન આપી રહ્યો છે
Recent Comments