સુરતમાં બાલાજી રોડ મંદિર ખાતે બજરંગ દળ દ્વારા નવા જાેડાયેલા સભ્યોને દીક્ષા આપવાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં અંદાજે ૨૦૦થી વધુ યુવકોને ત્રિશુલ દીક્ષા આપવાની સાથે સાથે તેમને રાષ્ટ્ર માટે હિન્દુ ધર્મ સહિતના સદ કાર્ય કરવાના શપથ લેવડાવવામાં આવ્યા હતા. ત્રિશુલ દીક્ષાના કાર્યક્રમ બાદ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો આગેવાનો સહિતની તિરંગા રેલી યોજવામાં આવી હતી. હવેથી દર મહિને નવા જાેડાનાર સભ્યોને બજરંગી દળો દ્વારા ત્રિશુલ દીક્ષા આપવામાં આવશે. નવા સભ્યોને ત્રિશૂળ ખેસ સહિતની વસ્તુઓ આપવામાં આવે છે સાથે જ તેમને હિન્દુ સનાતન ધર્મની રક્ષા અને રાષ્ટ્ર રક્ષા તથા રાષ્ટ્ર માટે કાર્ય કરવાની શપથ લેવડાવવામાં આવે છે યોજાયેલા કાર્યક્રમ બાદ આઝાદીના અમૃત મહોત્સવ ની ઉજવણી અંતર્ગત તિરંગા રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો જાેડાયા હતાઅલગ અલગ ભાગમાં કાર્યક્રમો થાય છે દીપક આફ્રિકા વાળાએ વધુમાં ઉમેર્યું હતું કે ત્રિશુલ દીક્ષા કાર્યક્રમ અલગ અલગ ભાગમાં થતો હોય છે જેમાં ગોપીપુરા ના ના સભ્યો આજે ત્રિશુલ દક્ષા મહોત્સવમાં જાેડાયા હતા ગોપીપુરા નાનપુરા સહિતના સભ્યોને વિષ્ણુ દીક્ષા આપવામાં આવી હતી અને સૌએ પોતાની મરજીથી હાર્દિક શાહ ધારણ કરીને દેશ સેવામાં આગળ વધવાની નેમ વ્યક્ત કરી હતી. આખો દેશ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યું છે
ત્યારે શ્રી સર્વદેશીય વિકાસ મંડળના હોદ્દેદારઓએ ભૂતપૂર્વ ટ્રસ્ટીઓનું સન્માન કરીને અને પ્રાથમિક વિભાગના સ્વૈચ્છિક અને વયમર્યાદાના કારણે નિવૃત્ત થનાર ભૂતપૂર્વ શિક્ષકોને ગ્રેજ્યુઈટીની રકમનું ચેક વિતરણ કરીને એક સમાજમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આજે જ્યારે ખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાં આર્થિક શોષણના સમાચારો વારંવાર સાંભળવા મળે છે,ત્યારે શ્રી સર્વદેશીય વિકાસ મંડળે પોતાનું આખું જીવન શિક્ષણ પાછળ ખર્ચ કરનાર તમામ શૈક્ષણિક કર્મચારીઓમાં એક આનંદની લાગણી પ્રસરી હતી. શૈક્ષણિક કાર્ય સાથે જાેડાયેલા કુલ ૧૭ કર્મચારીઓને રૂપિયા ૨૧ લાખ જેટલી ગ્રેજ્યુટી આપવામાં આવી છે. સુરતના નાનપુરા વિસ્તારમાં શિક્ષિત કિન્નર નુરી કુંવર અને અમૃતા કુંવર દ્વારા સમાજ સેવાની કામગીરી કરવાના ભાગરૂપે નવોદય ચેરિટેબલ ટ્રસ્ટ અને લક્ષ્ય ચેરિટેબલ ટ્રસ્ટ નામની બે ખાનગી સંસ્થાઓ ચલાવતા આવ્યા છે. આ સંસ્થાઓ સુરતના કિન્નરોએ ભેગામળી સુરત શહેરના ઉધના સ્ટેશન નજીકના સંજય નગર સ્લમ વિસ્તારમાં જઈ શ્રમિક પરિવારો સાથે ૭૬માં સ્વાતંત્ર પર્વની ઉજવણી કરી હતી.આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશની આઝાદીને ૭૫ વર્ષ પૂર્ણ થતા સુરતમાં રાષ્ટ્રભક્તિનો અનેરો રંગ જાેવા મળ્યો હતો. અલગ અલગ જગ્યાએ તિરંગા યાત્રા નીકળી હતી.
સાથે જ રાષ્ટ્રધ્વજ ફરકાવીને સ્વાતંત્ર પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. સવારમાં પ્રભાત ફેરી શાળાના બાળકો દ્વારા કાઢવામાં આવી હતી. હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા ધામેલીયા બ્રધર્સના કર્મચારીઓ દ્વારા તિરંગા યાત્રા યોજીને ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. તો ગુરુકુળમાં પણ સંતો વિદ્યાર્થીઓ દ્વારા તિરંગો ફરકાવવામાં આવ્યો હતો. વરાછાના યોગીચોક ખાતે ધામેલીયા બ્રધર્સ ડાયમંડના ૪ હજારથી વધુ રત્ન કલાકારો દ્વારા સવારમાં તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા રેલીમાં પોલીસના જવાનો છીએ રત્ન કલાકારો દેશભક્તિના નારા લગાવતા જાેડાયા હતા. યોગીચોક વિસ્તારમાં આ રેલી યોજાઇ હતી. ત્યારબાદ ધ્વજવંદન કરવામાં આવ્યો હતો. દેશ આઝાદીનો અમૃત વર્ષ ઉજવી રહ્યો છે. ત્યારે અમે પણ સ્વાતંત્ર સેનાનીઓને યાદ કરે કાર્યક્રમ યોજ્યો હતો. રાષ્ટ્રભક્તિ સાથે રાષ્ટ્રપ્રેમ દર્શાવવાનું આ પર્વ અમે પૂરા ઉત્સાહ ઉમંગ અને થનગનાટથી ઉજવ્યુ છે. વેડરોડ ખાતે આવેલા સ્વામિનારાયણ ગુરુકુળમાં આઝાદી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સંતો શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા તિરંગો લહેરાવવામાં આવ્યો હતો. દેશના આઝાદીના આ પર્વની ઉજવણીમાં સ્વાતંત્ર સેનાનીઓ દ્વારા અંગ્રેજાેની ગુલામીમાંથી મુક્ત થવા માટે જે પ્રકારે કાર્ય કરવામાં આવ્યું અને આઝાદીના લડવૈયા હોય અંગ્રેજાેના જે અત્યાચારો સહન કર્યા તે વિશે વિદ્યાર્થીઓને માહિતી આપીને રાષ્ટ્રભાવના બળવતર કરવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.



















Recent Comments