સુરતના કામરેજથી કડોદરા તરફ જતા નેશનલ હાઇવે નં.૪૮ કોસમાડી ગામની સીમમાંથી એક ઇસમ સિલ્વર કલરની મોપેડ નં. જીજે-૧૯-બીડી-૩૦૨૮ પર ગેરકાયદે માદક પદાર્થ ગાંજાનો જથ્થો લઈ સુરત તરફ જનાર છે . જે ચોક્કસ બાતમી આધારે એસ.ઓ.જી પોલીસની ટીમ અશોક લેલેન્ડ શોરૂમ નજીક વોચમાં ઉભી હતી. દરમિયાન બાતમી મુજબની મોપેડ આવી ચઢતા તેને રોકી આગળ મુકેલ થેલામાં ચેક કરતા ૫.૯૨૦ કિલો ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ગાંજાનો જથ્થો, મોબાઇલ, રોકડ તેમજ સિલ્વર કલરની મોપેડ મળી ૮૯,૮૩૦/-નો કુલ મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. કડોદરા જી.આઈ.ડી.સી પોલીસ મથકમાં ૨૦૧૩ની સાલમાં ૧૦૩.૯૪૫ કિલો ગ્રામ ગાંજાનાં જથ્થા સાથે આરોપીની અટક કરવામાં આવી હતી. સુરત જિલ્લા એસ.ઓ.જી પોલીસે બાતમી આધારે મોપેડ પર લઈ જવાતો ગાંજાનો જથ્થો કામરેજ તાલુકાના કોસમાડી ગામની સીમમાંથી ઝડપી પાડ્યો હતો. ૫.૯૨૦ ગ્રામ ગાંજાનાં જથ્થા સાથે પોલીસે ૧ ઇસમની અટક કરી છે. જ્યારે ૩ ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ગાંજાના જથ્થા સાથે ઝડપાયેલ આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. કડોદરામાં ૨૦૧૩ની સાલમાં ૧૦૩ કિલો ગાંજાના જથ્થા સાથે પકડાઈ જતા તેના વિરુદ્ધ ગુનો પણ નોંધાયો હતો.
કોસમાડી ગામેથી ગાંજાના જથ્થા સાથે ૧ આરોપીની ધરપકડ કરતી એસઓજી સુરત

Recent Comments