fbpx
રાષ્ટ્રીય

પત્નીની અન્ય મહિલાઓ સાથે સરખામણી કે કટાક્ષ કરવો ક્રુરતા : કેરળ હાઈકોર્ટ

કેરળ હાઇકોર્ટે તલાકના એક કેસમાં સુનાવણી કરતા માનસિકતા ક્રુરતાને લઇને ટિપ્પણી કરી છે. કેરળ હાઇકોર્ટે પત્નીની અન્ય મહિલાઓ સાથે સરખામણી કરવી પણ માનસિક ક્રુરતાની શ્રેણીમાં ગણી છે. કેરળ હાઇકોર્ટે એ પણ કહ્યું કે પતિ તરફથી તે તેની આશા પર ખરી ઉતરતી નથી તેવા સતત મેણા મારવા પણ માનસિક ક્રુરતા છે. કેરળ હાઇકોર્ટે આ ટિપ્પણી તલાકના એક મામલામાં સુનાવણી કરતા કરી હતી. બતાવવામાં આવી રહ્યું છે કે એક વ્યક્તિએ કેરળ હાઇકોર્ટમાં તલાક માટે અરજી દાખલ કરી હતી. તે વ્યક્તિના લગ્ન ૨૦૧૯માં થયા હતા. બન્ને વચ્ચે સુલેહનો પ્રયત્ન નિષ્ફળ રહ્યો હતો. આ પછી મામલો હાઇકોર્ટ પહોંચ્યો હતો. મહિલા તરફથી પતિની ક્રુરતાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જસ્ટિસ અનિલ કે નરેન્દ્રન અને જસ્ટિસ સીએસ સુધાની બેન્ચે આ મામલે સુનાવણી કરતા કહ્યું કે પત્નીની કોઇ બીજી મહિલા સાથે સરખામણી કરવી માનસિક ક્રુરતા છે. પત્ની પાસે આ સહન કરવાની આશા કરી શકાય નહીં. મહિલાએ કેરળ હાઇકોર્ટમાં એ પણ કહ્યું કે તેનો પતિ સતત એ કહીને પ્રતાડિત કરી રહ્યો હતો કે તે ક્યૂટ નથી. તે તેની આશા પ્રમાણે નથી તેનાથી તેને નિરાશા થાય છે. કોર્ટે આ મામલામાં મધ્યસ્થતા પણ કરાવી અને મધ્યસ્થ મોકલીને પતિ-પત્નીને સાથે લાવવાનો પ્રયત્ન પણ કર્યો હતો. કોર્ટે પોતાના ર્નિણયમાં એ પણ કહ્યું કે જ્યારે પતિ-પત્ની એક વખત અલગ થઇ જાય છે તો આ અલગાવ વધારે સમય સુધી રહે છે. પછી બન્નેમાંથી કોઇ તલાક માટે અરજી દાખલ કરે તો માનવામાં આવે કે લગ્ન તૂટી ગયા છે.

Follow Me:

Related Posts