સાવરકુંડલા તાલુકાના પીઠવડી ગામના પ્રગતિશીલ વિચારધારાને વરેલા યુવા સરપંચ દ્વારા વર્તમાન સમયમાં તલાટી કમ મંત્રીઓની માંગણી સંદર્ભે ચાલી રહેલી હડતાળ અંગે યોગ્ય નિર્ણય લઈ આ હડતાળનું નિવારણ કરવા માટે ગુજરાત રાજ્યના CM ને એક લેખિત પત્ર દ્વારા રજૂઆત કરી
હાલ તલાટી કમ મંત્રીશ્રીની રાજ્ય વ્યાપી હડતાલ ચાલુ હોય, ગુજરાત રાજ્યના તમામ તલાટી ક્રમ મંત્રીશ્રીઓ તા. ૦૨ /૦૮/૨૦૨૨ થી અચોકસ મુદતની હડતાલ ઉપર છે, જેને આજે ૧૫ દિવસ જેટલો સમય થયો છે, પરતું હજુ સુધી સરકાર શ્રી દ્વારા હડતાલનો યોગ્ય ઉકેલ કે સમાધાન બાબતે કોઇપણ નિર્ણય કરેલ નથી.
તલાટી કમ મંત્રીઓ તેમની વિવિધ માંગણીઓ સંદર્ભે અચોક્કસ મુદતની હડતાળ પર છે.જેના મુદ્દાઓ આ મુજબ છે. (1) સને ૨૦૦૪/૦૫ ની ભરતીના તલાટી મંત્રીને સળંગ નોકરી ગણવા બાબત(2) તા.૦૧/૦૧/૨૦૧૬ બાદ મળવા પાત્ર પ્રથમ/દ્વિતીય પગાર ધોરણ મંજુર કરવા બાબત (3) તલાટી ક્રમ મંત્રીને વિસ્તરણ અધિકારી સહકાર અને વિસ્તરણ અધિકારી આંકડામાં પ્રમોશન આપવા બાબત, (4) રેવેન્યુ (મહેસુલ) તલાટીને પંચાયત તલાટી મંત્રીમાં મર્જ કરવા બાબત. (૪૪૦૦ ગ્રેડ પે) (5) સને ૨૦૦૬ માં ભરતી થયેલ તલાટી મંત્રીને સળંગ નોકરી ગણવા બાબત (6) E-TAS કે અન્ય ઉપકરણથી તલાટી મંત્રીની ફરજ પરની હાજરી પૂરવાનો નિર્ણય રદ કરવા બાબત(7) આંતર જિલ્લા ફેરબદલી બાબત,(8) પંચાયત વિભાગ સિવાયની અન્ય વિભાગની વધારાની કામગીરી તલાટી મંત્રીને ન સોંપવા બાબત.(9) તલાટી મંત્રીની ફરજ મોકુફી બાબત.(10) તલાટી મંત્રીઓ પર ફરજ દરમ્યાન થતા હુમલાઓ બાબત. (11 ) તલાટી મંત્રીનું નવું મહેકમ મંજૂર કરી એક ગામ એક તલાટી મંત્રીની નિમણૂક કરવા બાબત. આમ ઉપરોકત તેમની વિવિધ માંગણીઓ સંદર્ભે સરકાર શ્રી દ્વારા હકારાત્મક અભિગમ અપનાવીને જેવી રીતે પોલીસ વિભાગમાં ૫૫૦ કરોડનું ભંડોળ ફાળવી તેમની માંગણી સંતોષવાનો પ્રયત્ન કરવામાં આવ્યો તેવી જ રીતે તલાટી કમ મંત્રીઓને પણ તેમની માંગણીઓ બાબતે હડતાળનો સુખદ્ અંત આવે અને તેમને ન્યાય મળે તે દિશામાં સરકાર શ્રી દ્વારા તાત્કાલિક યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી રજૂઆત પીઠવડી સરપંચ ભૌતિક સુહાગીયાએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને કરી છે
આમ જોઈએ તલાટી કમ મંત્રી ગ્રામ્ય કક્ષાએ પાયાના કર્મચારી હોય, હડતાલથી ગ્રામજનોને ઘણાંબધાં કામો માટે ખુબજ મુશ્કેલીઓ પડી રહી છે. અન્ય ઘણી સરકારી યોજના તથા વિકાસના કામોમાં તલાટી કમ મંત્રીશ્રીની અગત્યની ભુમિકા હોય, હડતાલના કારણે સરકારી યોજના તથા વિકાસના કામો પણ હાલ ખોરંભે પડેલ છે, અનેક અરજદારો તથા લાભર્થીઓની અમારી સમક્ષ પડતી મુશ્કેલી બાબતે રજૂઆતો આવતી હોય અરજદારો અને તલાટી ક્રમ મંત્રીશ્રીઓ બંનેની રજુઆતો તથા મુશ્કેલીઓને ધ્યાને રાખીને સરકારશ્રી દ્વારા સત્વરે કોઇ યોગ્ય અને વહેલી તકે નિર્ણય લેવાય અને આ રાજ્યવ્યાપી હડતાલનો સત્વરે સુખદ નિરાકરણ આવે તેવી રજૂઆત દ્વારા આ હડતાળનો અંત આવે તેવો નિર્ણય લેવાય એવી વિનંતી પણ માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પીઠવડી સરપંચ ભૌતિક સુહાગીયા દ્વારા કરવામાં આવી છે
Recent Comments