અભિનેત્રીએ પોતાની સાથે જ લગ્ન કર્યામારે કોઈ પુરુષની જરૂર નથી: અભિનેત્રી કનિષ્કા સોની
બદલાતા સમયની સાથે લગ્ન અને સંબંધ વિશે લોકોની વિચારસરણી પણ બદલાઈ રહી છે. આધુનિક વિશ્વમાં ઘણી છોકરીઓ પોતાનું જીવન એકલા જીવવાનું પસંદ કરી રહી છે. આવી જ માન્યતા ટીવી શો ‘દિયા ઔર બાતી હમ’ ફેમ અભિનેત્રીની પણ છે. જી હા, ટીવી એક્ટ્રેસ કનિષ્કા સોનીએ પોતાની સાથે જ લગ્ન કર્યા છે. આ સાંભળીને તમે પણ ચોંકી ગયાને? કનિષ્કા સોનીએ તાજેતરમાં જ તેના ખાસ ફોટા શેર કર્યા હતા. જેમાં તે માંગ સિંદૂર ભરેલી અને ગળામાં મંગળસૂત્ર પહેરેલી જાેવા મળી હતી. કનિષ્કા સોનીની આ તસવીરો જાેઈને તેના તમામ ફેન્સ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેના ફોટા પોસ્ટ કરતા કનિષ્કાએ એક એવું કેપ્શન પણ લખ્યું, જેને વાંચીને લોકોના હોંશ ઉડી ગયા. અભિનેત્રીએ જણાવ્યું કે તેણે પોતાની સાથે લગ્ન કર્યા છે. જી હા, મંગલસૂત્રમાં તેની તસવીરો શેર કરતી વખતે અભિનેત્રીએ લખ્યું- મેં મારી જાત સાથે લગ્ન કર્યા છે. મેં મારા બધા સપના જાતે જ પૂરા કર્યા છે અને હું જેની સાથે પ્રેમ કરું છું તે એક માત્ર હું જ વ્યક્તિ છું. મારે કોઈ માણસની જરૂર નથી.
હું મારા ગિટાર સાથે એકલા રહેવામાં હંમેશા ખુશ છું. હું દેવી છું, હું બળવાન અને શક્તિશાળી છું. મારી અંદર શિવ અને શક્તિ બધું જ છે. આભાર માંગમાં સિંદૂર પહેરેલી અને ગળામાં મંગળસૂત્ર પહેરેલી અભિનેત્રી કનિષ્કા સોનીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. તેની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે. અભિનેત્રીના ફોટા પર ચાહકો પણ પ્રતિક્રિયા આપી રહ્યા છે અને તેના ર્નિણયને બહાદુર ગણાવી રહ્યા છે. ખરેખર કહેવું પડશે કે કનિષ્કા સોનીએ ખૂબ જ બોલ્ડ પગલું ભર્યું છે. એડવેન્ચરનો શોખ ધરાવતી અભિનેત્રી કનિષ્કાએ કહ્યું કે, મને એડવેન્ચર ગમે છે. મને ગમતી વસ્તુઓ કરીને હું મારા દિવસને યાદગાર બનાવવા માંગુ છું. હું પાર્ટી પર્સન નથી. હું મોટાભાગે પાર્ટીઝ અવોઇડ કરૂ છું. કનિષ્કા સોની ‘દિયા ઔર બાતી હમ’, ‘પવિત્ર રિશ્તા’ અને ‘દેવી આદિ પરાશક્તિ’ જેવા ઘણા હિટ ટીવી શોનો ભાગ રહી ચૂકી છે. બંને શો ‘દિયા ઔર બાતી હમ’, ‘પવિત્ર રિશ્તા’એ ટીવી જગતમાં ખળભળાટ મચાવી દીધો હતો. ચાહકો આ શોના દિવાના હતા. સાથે જ કનિષ્કની વાત કરીએ તો તે હવે હોલીવુડમાં એન્ટ્રી કરી રહી છે. તેણે હોલીવુડમાં ડેબ્યૂ કરવા માટે ટીવી ઈન્ડસ્ટ્રી છોડી દીધી છે.
Recent Comments