fbpx
સૌરાષ્ટ - કચ્છ

ધોરાજી – ઉપલેટા વિધાનસભાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે વિપુલ સખીયાની નિમણૂંક થતા ઉપલેટા અને ધોરાજી ખાતે કાર્યકરો દ્વારા ઉજવણી કરવામાં આવી

વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે, ત્યારે દરેક પાર્ટીઓ આવનારી ચૂંટણીઓની તૈયારીઓ કરતી માલુમ પડે છે ત્યારે દિલ્હીમાં સરકાર ચલાવતી અને તાજેતરમાં જ પંજાબમાં પણ પોતાની સરકાર બનાવતી આમ આદમી પાર્ટી પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓને લઈને તૈયારીઓ કરતી માલુમ પડે છે, ત્યારે આમ આદમી પાર્ટીએ આવનારી વિધાનસભાની ચૂંટણીઓ માટે ઉમેદવારોના નામોની યાદી જાહેર કરી હતી જેમાં થોડા સમય પહેલા પ્રથમ યાદી જાહેર કરી હતી ત્યારે ફરી એક વખત બીજી યાદી જાહેર કરવામાં આવી છે જેમાં રાજકોટ જીલ્લાના ધોરાજી – ઉપલેટા વિધાનસભાની ચૂંટણી માટેના ઉમેદવાર માટે વિપુલ સખીયાની નિમણૂંક કરવામાં આવી છે ત્યારે ઉપલેટા શહેરના બાપુના બાવલા ચોક તેમજ ધોરાજીમાં ગેલેક્સી ચોક ખાતે આમ આદમી પાર્ટીના નેતાઓ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ભારે ઉત્સાહભેર ઉજવણી કરી અને ફટાકડા ફોડી એકબીજાના મોઢા મીઠા કરાવી અને વિધાનસભાના ઉમેદવારને ફૂલહાર પહેરાવી શુભકામનાઓ પાઠવી હતી.

Follow Me:

Related Posts