fbpx
ધર્મ દર્શન

કેવું રહેશે આપનું અઠવાડિક રાશીફળ જુઓ શાસ્ત્રી ચંદ્રેશ જોશી સાથે…

તા-૨૧-૦૮-૨૦૨૨ થી તા-૨૭-૦૮-૨૦૨૨ સુધીનું રાશીફળ.

મેષ :- બીજા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ આજે સાંજ સુધી રહેતા આવકમાં વૃદ્ધિ કરાવનાર, પરિવાર સાથે સમય વ્યતીત કરી શકો, તમારી વાણીમાં સૌમ્યતા અને વકૃત્વ શક્તિમાં વધારો થાય, હરવા ફરવાનો આનંદ મળે.
બહેનો :- પરિવારમાં તમારું માન, સન્માન તેમજ કીર્તિ વધે.

વૃષભ :- આપની રાશિમાં ચંદ્રનું ભ્રમણ રહેતા મન ઉપર હળવાશનો ભાર થાય, પત્ની, પરિવાર, ભાગીદારો સાથે તમારા અગત્યના પ્રશ્નોની ચર્ચા કરી તેનો ઉકેલ સહજતાથી લાવી શકો, એકંદરે આનંદ દાયક સમય રહે.
બહેનો :- પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા સ્નેહ વધે.

મિથુન :- સાંજ સુધી વ્યય ભુવનમાં ચંદ્ર નાની મોટી મુસાફરી બાબત ખર્ચ કરાવે, આરોગ્યની બાબતમાં સજાગતા રાખવી જરુરી બને, એ સિવાય બિન જરુરી ખર્ચ ઉપર કાપ મૂકી જરૂર પુરતો ખર્ચ કરશો તો સારું રહે.
બહેનો :- કારણ વગરની ચિંતાઓથી દુર રહેવા પ્રયત્ન કરવો.

કર્ક :- લાભ સ્થાનેથી સાંજે વ્યય ભુવનમાં જઈ રહેલ રાશિનો સ્વામી ચંદ્ર, આપને સ્ત્રીવર્ગ, સ્ત્રી સૌન્દર્ય અને જલતત્વ ને લગતા ધંધાઓમાં ખુબ સારો આર્થીક લાભ આપે, મિત્રોને મળવાનો અવસર મળે.
બહેનો :- સંતાનોના કાર્યની સફળતા ઉત્સાહ વધારે.

સિંહ :- દશમાં અને અગીયારમાં સ્થાન વચ્ચે ચંદ્રનું ભ્રમણ આર્થીક, ધંધાકીય કે નોકરીયાત વર્ગ માટે ખુબ જ સારા પરિણામ આપે, ધંધા માટેના યોગ્ય નિર્ણયો લેવા આસાની રહે, ધનલાભ સારો.
બહેનો :- પીતૃપક્ષેથી શુભ સમાચાર મળે, સ્નેહીઓથી લાભ રહે.

કન્યા :- ભાગ્યસ્થાનમાં ચંદ્રનું ભ્રમણ ભાગ્યોદય આપનાર બને, સપ્તાહના પ્રારંભમાં દશમાં સ્થાને ચંદ્રનું આગમન તમારા માટે કઈક નવી દિશાઓ તરફ લઇ જવાનું સુચન કરે, નાણાભીડ ઓછી થાય.
બહેનો :- ધાર્મિક યાત્રા-પ્રવાસ કે ધર્મ કાર્યનું આયોજન થાય.

તુલા:- ત્રાજવાના પલડાની માફક રહેલું ગત સપ્તાહનું ડામાડોળ થયેલુ જીવન ધીમે ધીમે હવે પાટે ચડતું હોય એવું અનુભવાય, ધર્મ પ્રત્યેની તમારી શ્રદ્ધા, ભક્તિમાં વધારો થાય, સારા કર્યો થાય.
બહેનો :- મનની બેચેની દુર થતા થોડી રાહતનો શ્વાસ લઇ શકો.

વૃશ્ચિક : દામ્પત્ય જીવનમાં ઘણા બધા સારા પ્રસંગોને વાગોળતા સપ્તાહનાં પ્રારંભમાં સાંજે આઠમાં સ્થાનમાં જઈ રહેલ ચંદ્ર દરેક વસ્તુ કાર્ય કે નિર્ણયો લેવામાં ધીરજ અને શાંતિ રાખવી જરૂરી બને.
બહેનો :- વાણીમાં ઉગ્રતાનો ત્યાગ કરશો તો સારું રહે.

ધન :- છઠા ભુવનમાં ચાલી રહેલ ચંદ્ર હજી તમારે ઋતુ જન્ય બીમારીઓમાં ખાસ સંભાળવું પડે, શરદી, ઉધરસ જેવી નાની મોટી પીડા આપનાર બીમારીઓ થઇ શકે, દરેક કાર્ય શાંતિપૂર્ણ કરવું.
બહેનો :- કારણ વગરની દોડધામ થાકનો અનુભવ કરાવે.

મકર :- પાંચમાં સ્થાને ચંદ્ર ઉચ્ચ રાશિમાં રહેતા સંતાનો તરફથી અને ખાસ મિત્રોનો સહયોગ મળતા, તમારા આરંભાયેલા કાર્યને અંત સુધી પૂર્ણ કરી શકો, સપ્તાહના મધ્યમાં મોસાળ પક્ષના કાર્ય થાય.
બહેનો :- અધૂરા શિક્ષણને પુરા કરવા માટે પ્રયત્ન કરશો રાહત થશે.

કુંભ :- ચોથા અને પાંચમાં સ્થાન વચ્ચે ચંદ્ર ખેતીવાડી, બાગ, બગીચા કે અન્ય સ્થાવર મિલકત બાબતના કાર્ય સાથે બાનાખત, દસ્તાવેજના કાર્ય પુરા થશે, ભૌતિક સુખ, સગવડોમાં વધારો થાય.
બહેનો :- અચાનક જૂની સહેલી, મિત્રોને મળવાનું થતા આનંદ રહે.

મીન:- ત્રીજા સ્થાનમાં ચંદ્ર પરદેશથી તમારા માટે શુભ સંદેશ લાવનાર બને, સપ્તાહના મધ્યમાં તમારી આવકમાં વધારો થાય, ઈચ્છિત વસ્તુને મેળવવાના તમારા પ્રયત્નો સારી રીતે પુરા થાય.
બહેનો :- ભાઈ, ભાંડુ, સહોદર તરફથી પૂરો સહયોગ મળે.

વાસ્તુ:- શ્રાવણ માસના ચોથા સોમવારે ભગવાન શિવને સુગંધિત દ્રવ્યો, સુગંધી વાળો, અત્તર, ગુલાબજળ કે કેસર મિશ્રિત દૂધથી અભિષેક કરવાથી માન, કીર્તિં અને યશમાં વધારો થાય.

Follow Me:

Related Posts