દામનગર શહેરમાં દીક્ષાર્થી વૈરાગી મૂર્તિ આશાબેન મનહરભાઈ શાહનુ બહુમાન શોભાયાત્રા
દામનગર શહેર માં બોટાદ ના પુત્રી રત્ન દીક્ષાર્થી ત્યાગ મૂર્તિ આશાબેન મનહરભાઈ શાહ નુ બહુમાન બોટાદ સંપ્રદાય માં દિક્ષાર્થી નું દામનગર ના આંગણે શાસન પ્રભાવક બા.બ્ર.જયેશચંદ્રજી મ.સા.તથા ઉત્સાહી બા.બ્ર ડો.સુપાર્શ્વચંદ્રજી મ.સા.ના મંગલમય સાનિધ્ય મા દીક્ષાર્થી મુમુક્ષ આશાબેન મનહરલાલ શાહ ના બહુમાન ના અવસરે ૨૧/૦૮/૨૨ ને રવિવાર ના સવારે ૮:૩૦ થી ૯:૩૦ દીક્ષાર્થી ની શોભા યાત્રા શહેર ના મુખ્ય માર્ગો ઉપર ફરી ૧૨:૦૦ વ્યાખ્યાન, દીક્ષાર્થી ના મંગલમય દિવસ ની ઉજવણી ના અવસરે શાસન ની શોભા વધારતા સમસ્ત દામનગર દશાશ્રી સ્થાનક વાસી જેન સંઘ અને જેનોતર માં અદમ્ય ઉત્સાહ વૈરાગી આશાબેન ના વરસીદાન શોભાયાત્રા નિમિતે સ્વામી વાત્સલ્ય સંઘ લાભાર્થી પરમ પૂજ્ય જાગૃતિબાઈ મહાસતિજી ના સંસારી માતુશ્રી હસુમતીબેન પ્રવિણચંદ્ર શાહ પરિવાર. શ્રીમતી ભારતીબેન ભુપતભાઈ શાહ પરીવાર લાતીવાળા બોટાદ સહિત ની ઉપસ્થિતિ માં વૈરાગી આશાબેન ની શોભાયાત્રા દામનગર શહેર ના સમસ્ત જેન સમાજ ની ઉપસ્થિતિ જોવા મળી હતી
Recent Comments