અમરેલી

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું આટકોટ હેલીપેડ ખાતે ઉષ્માભર્યું સ્વાગત

રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે અમરેલી જિલ્લાના પ્રવાસે છે ત્યારે  બાબરાના રાયપુર મુકામે આવેલા પરમ પૂજયશ્રી વીરારામ બાપા આશ્રમસ્થળની મુલાકાતે આવ્યા હતા. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે બપોરે આટકોટ હેલીપેડ ખાતે આવી પહોંચતા ધારાસભ્યશ્રી કુંવરજીભાઈ બાવળીયા, શહેર ભાજપ પ્રમુખશ્રી અનિલભાઈ મકાણી, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી અનિતાબેન રૂપાણી, શ્રી વલ્લભભાઈ રામાણી, રાજકોટ જિલ્લા કલેકટરશ્રી મહેશ બાબુ, રાજકોટ જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરી, રાજકોટ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠોડે તેમનું  ઉષ્માભર્યું સ્વાગત કર્યુ હતું.

Related Posts