અમરેલી

15 ઓગસ્ટમાં અમરેલી ખાતે આવેલ હેપી ઝોન પ્રી સ્કુલ અને કોચિંગ સેન્ટર દ્વારા અનોખી રીતે ઉજવણી કરવામાં આવી

આ ઉજવણીમાં 75 થી વધારે બાળકોએ ભાગ લઇ અલગ અલગ આઝાદીના લાડવૈયાઓની વેશભુષા કરી તેમના વિશે માહીતી પ્રદાન  કરી તેમજ ભારતના તમામ અલગ -અલગ રાજ્યો અને કેન્દ્ર સાશીત પ્રદેશ ની માહીતી અને ભારતમાતા વિશે માહીતી આપી

હેપી ઝોન પ્રી સ્કુલ તેમજ કોચિંગ સેન્ટરના પ્રિન્સીપાલ શ્રી જનકભાઇ ભટ્ટ તેમજ વાઇસ પ્રિન્સીપાલ તૃપ્તીબેન ત્રિવેદી ના સંપર્ક સાધતા તેઓએ જણાવેલ , બાળકો દ્વારા આઝાદીના ઘડવૈયાઓની વેશભૂષા અને તેમના વિશે બાળકોને વિશેષ માહિતી મળે અને આજે આપણે જે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ તે ક્રાંતિકારીઓએ બલિદાન આપ્યા તેમના વિશે બાળકોને માહિતી મળે અને નજીક જઈ શકે ખરા અર્થમાં આઝાદી ના પર્વની ઉજવણી કરી શકે અને દરેક બાળકોને યોગ્ય મોકો મળે તેવા ઉમદા હેતુથી દરેક ને સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યું હતું અને બહોળી સંખ્યામાં વાલીઓ પણ હાજર રહ્યા હતા

Related Posts