બોલિવૂડ જાે ટેલેન્ટનું મ્યુઝિયમ છે તો ટેલેન્ટનું કબ્રસ્તાન પણ છે : વિવેક અગ્નિહોત્રી
વિવેક અગ્નિહોત્રીએ બોલિવૂડને લઈને એક ‘ઈનસાઈટ સ્ટોરી’ શેર કરી છે. તેણે કહ્યું કે, તે ન માત્ર ટેલેન્ટનું કેન્દ્ર છે, પરંતુ ટેલેન્ટનું કબ્રસ્તાન પણ છે. વિવેકે આગળ લખતા કહ્યું હતું, ‘પૈસાની ઈચ્છા તમને કંઈ પણ કરવા મજબૂર કરે છે. કેટલીક સફળતા એ હદે ભયાનક હોય છે કે તમે શોબીઝમાં તો છો, પરંતુ આવક અને પાવર વગર. ‘કાશ્મીર ફાઈલ્સ’ના ડાયરેક્ટરે લખ્યું, તમે જે જાેઈ રહ્યા છો, તો બોલિવૂડ નથી, અસલી બોલિવૂડ પોતાની અંધકારમય ગલીઓમાં જાેવા મળે છે. અહીંયા એ હદે અંધારું છે કે એક સામાન્ય વ્યક્તિ માટે બોલિવૂડને સમજવું અશક્ય છે.’વિવેકે આગળ કહ્યું હતું, ‘આ અંધારી ગલીઓમાં તમે તૂટેલા, દબાયેલા તથા કચડાયેલા સપના જાેઈ શકો છો. વિવેકે વધુમાં કહ્યું હતું, બોલિવૂડ જાે ટેલેન્ટનું મ્યુઝિયમ છે તો ટેલેન્ટનું કબ્રસ્તાન પણ છે. આ રિજેક્શન વિશે નથી.
જે કોઈ અહીં આવે છે, તે જાણે છે કે આ રિજેક્શન અંગે નથી. આ અપમાન તથા શોષણ અંગે છે. આ સપનાઓ, આશાઓ તથા વિશ્વાસને તોડી નાખે છે.વિવેકે વધુમાં કહ્યું હતું, ‘જમ્યા વગર જીવતા રહી શકીએ છીએ, પરંતુ સન્માન, આત્મસન્માન તથા આશા વગર જીવવું અશક્ય છે.કોઈ પણ મધ્યમવર્ગીય બાળક તે સ્થિતિની કલ્પના કરીને ક્યારેય મોટો થયો હોતો નથી. વિવેકે વધુમાં જણાવ્યું કે, કેવી રીતે અસફળ લોકો લડ્યા વગર જ હાર સ્વીકારી લે છે. જે ઘરે પાછા જતા રહે છે, તે ખરેખર નસીબદાર છે. જાેકે, જે અહીંયા રહી જાય છે, તે અલગ જ હોય છે. જેમને સફળતા મળે છે તે રિયલ હોતી નથી.
તે ડ્રગ્સ, દારૂ અને તમામ પ્રકારની ખરાબ વસ્તુઓમાં સામેલ થઈ જાય છે. હવે તેમને પૈસાની જરૂર હોય છે.’ કેટલીક સફળતા ખતરનાક હોય છે. તેઓએ આગળ જણાવ્યું કે, તમે કોઈ આવક અને પાવર વગરના શોબિઝમાં છો. તમારે સ્ટાર જેવા દેખાવાનું છે, સ્ટારની જેમ પાર્ટી કરવાની છે, સ્ટારની જેમ ઁઇ કરવાનું છે, પરંતુ તમે સ્ટાર નથી. તમે તમારી જાતને એક ગેંગસ્ટરનાં ગ્રુપમાં કલ્પના કરો, જ્યાં તમારે બંદુક અથવા ચાકુ વગર એક ગેંગસ્ટરની જેમ વ્યવહાર કરવાનો છે. આ તે જગ્યા છે તે જ્યાં તમે અપમાન અને શોષણનો ભોગ બનો છે. શૂટિંગ, સારા દેખાવા અને વ્યસ્ત દેખાવા માટે પૈસા લાગે છે.
તેમને વધુમાં જણાવ્યું કે, તમે દેખાવો કરો છો, કોઈ નથી કરતું. તમે બૂમો પાડશો, પરંતુ કોઈ સાંભળનાર નહીં હોય. કોઈને તમારી પરવા પણ નહીં હોય. તમે રડશો, પરંતુ તમને ચૂપ કરાવવા કોઈ નહીં આવે.. તમારી આસપાસના લોકો માત્ર તમારી પર હસશે. જ્યારે તમારા સપના કબરમાં દફન થઈ જશે, ત્યારે તમારી સાથે તમારા સપનાની ચિતા પર ઊભા રહીને હસશે. તમારી નિષ્ફળતાને સેલિબ્રેટ કરશે. આટલું થયા બાદ તમે અંદરને અંદર મરી જશો અને આ જાેવા માટે પણ કોઈ નહીં હોય, પરંતુ તમે જ્યારે વાસ્તવમાં મરી જશો, ત્યારે લોકોને આની જાણ થશે.
Recent Comments