fbpx
અમરેલી

કોમ્પ્રીહેન્સિવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ યોજના અન્વયે બાગાયતદાર ખેડૂતોએ આઈ-ખેડૂત પોર્ટલ મારફત અરજી કરવી

અમરેલી જિલ્લાના બાગાયતદાર ખેડૂતો કોમ્પ્રીહેન્સિવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ યોજના અન્વયે વર્ષ ૨૦૨૨-૨૩ માટે સહાય મેળવવા માટે આઈ-ખેડૂત પોર્ટલ મારફત ઓનલાઈન અરજી કરી શકશે. આ યોજના અંતર્ગત ખેડૂતો ઓછામાં ઓછી ૨ હેક્ટરની મર્યાદામાં અને મહત્તમ ૪ હેક્ટરની મર્યાદામાં તથા ખેતીલાયક જમીન ધારણ કરેલ રજીસ્ટર્ડ ટ્રસ્ટ, એફ.પી.ઓ, એફ.પી.સી, સહકારી મંડળીના સભાસદોને ઓછામાં ઓછી ૨ હેક્ટર તથા મહત્તમ ૫૦ હેક્ટરની મર્યાદામાં બહુવર્ષાયું ફળજાડ વાવેતર માટે સહાય આપવામાં આવશે.

પિયતના સાધનો, બાગાયત યાંત્રીકરણ, બાગાયતી માળખાકીય સુવિધાઓ, વર્મી કમ્પોસ્ટ યુનિટ, પ્લાસ્ટિક આવરણ પૈકીના ઓછામાં ઓછા બે ઘટકોમાં સહાય મળવાપાત્ર રહેશે. ખેડૂતો તા.૪ ઓગસ્ટ થી તા.૩ સપ્ટેમ્બર, ૨૦૨૨ સુધી આઈ-ખેડૂત પોર્ટલ મારફત સાધનિક કાગળો સાથે અરજી દાખલ કરી શકશે. આ અરજીઓ સાધનિક કાગળો સાથે નાયબ બાગાયત નિયામકશ્રી, જિલ્લા બાગાયત કચેરી, બાગાયત ભવન, ચક્કરગઢ રોડ, સરદાર ચોક, રામેશ્વર મંદિરની બાજુમાં, અમરેલી નં.(૦૨૭૯૨) ૨૨૩૮૪૪ પર રજૂ કરવા નાયબ બાગાયત નિયામકશ્રી, અમરેલીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Follow Me:

Related Posts