રાજકોટ યુનિવર્સિટી પોલીસે કવિને નોટીસ મોકલી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગુજરાતી ભાષા સાહિત્ય ભવનમાં કાર્યરત ગુલાબદાસ બ્રોકર ચેર દ્વારા અખિલ ભારતીય શૈક્ષિક સંઘ દ્વારા ગુજરાત સાહિત્ય અકાદમીના ઉપક્રમે આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે ૭૫ કવિઓના કાવ્ય પઠનનું નોન સ્ટોપ ૨૪ કલાક અખંડ કાવ્ય સંમેલન યોજવામાં આવ્યું હતું તેમાં મધ્યપ્રદેશના દેવાસના કવિ દેવકૃષ્ણ વ્યાસે કવિતા લલકારી હતી કે, ‘સુભાષ કા ઉપહાસ ઉડાયા ઔર નહેરુ સે મોહ કિયા,આઝાદી કે નાયક થે તુમ કૈસે ખલનાયક બન ગયે.’ જેનાથી વિવાદ થતા ગુજરાત પ્રોફેશનલ કોંગ્રેસના પ્રમુખ નિદત બારોટ સહિતનાએ કુલપતિ ઉપરાંત પોલીસ કમિશનરને રજૂઆત કરતા યુનિવર્સિટી પોલીસે કોંગ્રેસના ડો. બારોટ, ધરમ કાંબલીયા અને હરદેવસિંહ જાડેજા તથા સંમેલનના આયોજક મનોજ જાેશીનું નિવેદન લીધું હતું.
ઉલ્લેખનીય છે કે રજુઆત કરનાર સભ્યો અને આયોજકોના નિવેદન નોંધ્યા બાદ યુનિવર્સીટી પોલીસે મધ્યપ્રદેશના કવિને પોલીસ મથકે નિવેદન આપવા આવવા નોટીસ મોકલાવી છે. જેના નિવેદન બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ૨૪ કલાક અખંડ કાવ્ય સંમેલનમાં મધ્યપ્રદેશના કવિએ ગાંધીજીના અપમાનરૂપ કવિતા પઠન કરતા તેમની સામે કોંગી સભ્યોએ કુલપતિને લેખિત રજૂઆત બાદ પોલીસ કમિશનરને પણ ફરિયાદ કરી હતી. જેથી યુનિવર્સિટી પોલીસે આયોજકો સહીત ચારના નિવેદન નોંધી કવિને નોટીસ મોકલવામાં આવી.
Recent Comments