એક્શનથી ભરપૂર‘વિક્રમ વેધા’નું ટિઝર રિલીઝ

હૃતિક રોશન લાંબા સમય પછી એક્શન ડ્રામા ફિલ્મ ‘વિક્રમ વેધા’ની હિન્દી રિમેકથી સિલ્વર સ્ક્રિન પર કમબેક કરવા જઈ રહ્યો છે. આ ફિલ્મમાં તેની સાથે સૈફ અલી ખાન પણ દમદાર રોલમાં જાેવા મળશે. અત્યારે વિક્રમ વેધાનું ટિઝર રિલીઝ કરવામાં આવ્યું છે. એક્શનથી ભરપૂર ફિલ્મનું આ ટીઝર દમદાર છે. હૃતિક અને સૈફ અલી ખાન ફિલ્મમાં એકબીજાને ટક્કર આપતા જાેવા મળશે. સારા અને ખરાબની વચ્ચે ફરક કરવો સરળ છે પરંતુ અહીં બંને ખરાબ છે. ૨૦૧૭માં આવેલી સુપરહિટ તમિલ ફિલ્મ ‘વિક્રમ વેધા’માં આર માધવન અને વિજય સેતુપથીએ પોતાના પરફોર્મન્સથી લોકોનું દિલ જીતી લીધું હતું.
ફિલ્મમાં સૈફ અલી ખાન પોલીસ ઓફિસરના રોલમાં જાેવા મળશે તો હૃતિક દંબગ ગેંગ્સ્ટરનો રોલ પ્લે કરતો જાેવા મળશે. ટીઝરના અંતમાં હૃતિક, સૈફ અલી ખાનની સામે પોતાને સરેન્ડર કરતો જાેવા મળી રહ્યો છે. ૧ મિનિટ ૪૬ સેકન્ડના આ ટીઝરમાં દમદાર ડાયલોગ્સની સાથે એક્શન અને થ્રિલરનો મસાલો જાેવા મળી રહ્યો છે. વિક્રમ વેધાના હિન્દી વર્ઝનને પણ ઓરિજિનલ ફિલ્મના મેકર્સ પુષ્કર-ગાયિત્રીએ ડાયરેક્ટ કરી છે. મંગળવારે ટીઝરનું સ્પેશિયલ સ્ક્રિનિંગ રાખવામાં આવ્યું હતું. જ્યાં ફિલ્મની સ્ટારકાસ્ટ હાજર હતી. હૃતિક અને સૈફનું ટશન જાેવા લાયક હતું.
ટીઝર જાેયા પછી ક્રિટિક્સ વખાણ કર્યા છે. હૃતિક રોશન અને સૈફ અલી ખાનના કામની પ્રશંસા કરવામાં આવી રહી છે. ફિલ્મ ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મમાં રાધિકા આપટે, રોહિત શરફ, શારિબ હાશમી, યોગિતા બિહાની પણ મુખ્ય ભૂમિકામાં જાેવા મળશે. તમને જણાવી દઈએ કે હૃતિક રોશન અને સૈફ અલી ખાન આ પહેલા એક સાથે ફિલ્મ ‘ના તુમ જાનો ના હમ’માં વર્ષ ૨૦૦૨માં એક સાથે જાેવા મળ્યા હતા. હવે ફરીથી એક વખત આ દમદાર જાેડી વિક્રમ વેધામાં જાેવા મળશે જેને લઈને ફેન્સ ઉત્સાહિત છે.
Recent Comments