ભારતમાં ફ્લોપ પરંતુ ઈન્ટરનેશનલ માર્કેટમાં નંબર વન પર લાલસિંહ ચઢ્ઢા ફિલ્મ
આમિર ખાન અને કરીના કપૂર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાને ઈન્ડિયન ઓડિયન્સે ખાસ પસંદ કરી નથી. બોયકોટ બોલિવૂડ ટ્રેન્ડની અસર હેઠળ લાલ સિંહ ચઢ્ઢાની સ્ક્રિન ઘટી ગઈ છે. જબરજસ્ત વિરોધની વચ્ચે પણ આ ફિલ્મે ફ્લોપની કેટેગરીમાં સ્થાન મેળવ્યું નથી. આમિરની પોપ્યુલારિટીના કારણે બોક્સઓફિસ પર લાલ સિંહ ચઢ્ઢા એવરેજ ફિલ્મ બની રહી છે. વિદેશમાં આ ફિલ્મના ખૂબ વખાણ થઈ રહ્યાં છે. ૧૧મી ઓગસ્ટે રિલીઝ થયેલી આ ફિલ્મે ઘણાં પડકારોનો સામનો કર્યો છે. શો કેન્સલ થવાથી માંડીને સ્ક્રિન ઘટવા સુધીની તકલીફોમાંથી ફિલ્મ પસાર થઈ છે.
જાે કે ઓવરસીઝ માર્કેટમાં લાલ સિંહને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. જેના કારણે ઓવરસીઝ માર્કેટમાં ૬૦ કરોડ (૭.૫ મિલિયન ડોલર)નું કલેક્શન મળ્યું છે. સેકન્ડ વીક પૂરું થાય તે પહેલાં જ લાલ સિંહે ઓવરસીઝ કલેક્શનમાં ગંગુબાઈ કાઠિયાવાડી અને ભૂલ ભુલૈયા ૨ને પછડાટ આપી દીધી છે. ૨૦૨૨ના વર્ષ દરમિયાન ઈન્ટરનેશનલ માર્કેટમાં સૌથી વધુ ઈનકમ મેળવનારી ફિલ્મ તરીકે લાલ સિંહ ચઢ્ઢાએ સ્થાન મેળવ્યું છે. ૨૦૨૨માં ટોપ ૫ ઓવરસીસ ફિલ્મમાં પહેલા નંબરે લાલ સિંહ ચઢ્ઢા (૭.૫ મિલિયન ડોલર), ગંગુબાઈ કાઠિયાવાડી (૭.૪૭ મિલિયન ડોલર), ભૂલ ભુલૈયા ૨ (૫.૫૫ મિલિયન ડોલર), ધ કાશ્મીર ફાઈલ્સ (૫.૭ મિલિયન ડોલર) અને જુગ જુગ જિયો (૪.૩૩ મિલિયન ડોલર)નો સમાવેશ થાય છે.
Recent Comments