fbpx
ભાવનગર

આગામી તા. ૨૬ અને ૨૭ ના રોજ ભાવનગર તાલુકાના કોળીયાક ગામે નિષ્કલંક મહાદેવ ખાતે યોજાનાર મેળા માટે તંત્ર સજ્જ

આગામી તા. ૨૬ અને ૨૭ ના રોજ ભાવનગર તાલુકાના કોળીયાક ગામે નિષ્કલંક મહાદેવ ખાતે યોજાનાર મેળા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગોતરું આયોજન હાથ ધરીને જરૂરી તૈયારીઓ સાથે તંત્ર સજ્જ છે.આ લોકમેળા દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તેમજ કાયદો- વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે જિલ્લા તંત્ર દ્વારા જરૂરી પગાલાઓ લેવામાં આવી રહ્યાં છે.

મેળા માટે ફાયર ફાઇટરની વ્યવસ્થા, મેળાના સ્થળે મોબાઇલ ટોઇલેટ, જરૂરી પાર્કિંગની વ્યવસ્થા, રેસ્ક્યુ ટીમની તૈનાતી, સતત પેટ્રોલીંગ,  જરૂરી બેરીકેડિંગ,  પાણીની વ્યવસ્થા, એસ.ટી. બસ, લાઇટ તથા માઇકની વ્યવસ્થા, બચાવ કામગીરી માટે બોટની વ્યવસ્થા, મેડિકલ ટીમ સહિતની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. આ માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા વિવિધ વિભાગોના અધિકારીઓને વિવિધ જવાબદારી સોંપવાં આદેશ કર્યો છે.

Follow Me:

Related Posts