fbpx
અમરેલી

જિલ્લા માહિતી કચેરી અમરેલી દ્વારા પત્રકારો સાથે સત્કાર સમારંભ યોજાયો

અમરેલી જિલ્લા માહિતી કચેરી દ્વારા અમરેલી સ્થિત સર્કિટ હાઉસ ખાતે પત્રકારો સાથે કચેરીની સમચારલક્ષી પ્રચાર પ્રસાર કામગીરી વધુ સરળતાથી થઈ શકે તે માટે શુભેચ્છા બેઠક યોજવામાં આવી હતી. જિલ્લા માહિતી કચેરીના કર્મયોગીઓ સાથે પત્રકારોએ વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી હતી. પત્રકારો દ્વારા સરકારની કલ્યાણકારી યોજનાઓનો બહોળો પ્રસાર કરવામાં આવી રહ્યો છે અને આ કાર્યમાં વધુમાં વધુ સહકાર આપવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

જિલ્લા માહિતી કચેરી દ્વારા પ્રસિદ્ધ થતી અખબારી યાદી, ફોટોઝ અને વિડિયો અદ્યતન ટેકનોલોજી અને બદલાતા સમય મુજબ ઝડપી અને સરળ રીતે સમાચાર મળી રહે તે માટે સોશિયલ મીડિયા મારફતે મોકલી આપવામાં આવે છે તેથી જિલ્લા માહિતી કચેરી દ્વારા આપવામાં આવતી સમચારલક્ષી સામગ્રી ધ્યાને લઈ ઘટતું કરવા પત્રકારશ્રીઓને જણાવવામાં આવ્યું હતું.

જિલ્લાના પત્રકારશ્રીઓએ  તેમનો સહયોગ આપ્યો તે માટે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. જિલ્લા માહિતી કચેરીના નવનિયુક્ત માહિતી મદદનીશ શ્રી ધર્મેશભાઈ વાળા અને શ્રી જયભાઈ મિશ્રાએ સમગ્ર બેઠકનું સંચાલન કરી પત્રકારોને આવકાર્યા હતા. આ બેઠકમાં જિલ્લા માહિતી કચેરી ટીમ, અમરેલી જિલ્લાના સર્વ પત્રકારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts