તાજેતરમાં ઇન્કમટેકસ વિભાગે તાત્કાલિક પ્રોસેસ કરીને માત્ર ૫ દિવસમાં રિફંડ આપી દીધા હતા. પરંતુ ઘણા કરદાતાઓને રિફંડ ન મળતા સોશિયલ મીડિયામાં સીબીડીટીને આ અંગે પ્રશ્ન કર્યો હતો. સીબીડીટીએ જવાબમાં જણાવ્યું કે, જે કરદાતાએ રિફંડ ના આવ્યા હોય તેમણે ઓનલાઇન રિટર્ન ભરવામાં ભૂલ કરી હોય તો નોટિસ અપાઈ હતી. જે કરદાતા નોટિસનો સાત દિવસમાં જવાબ નહીં આપે તો તેમના રિટર્નમાં રહેલી ભૂલને યોગ્ય ગણી તેનું એસેસમેન્ટ ગણી ડિપાર્ટમેન્ટ ડિમાન્ડ નોટિસ કઢાશે. સીબીડીટીએ તાકીદ કરી છે કે જે કરદાતાઓને રિફંડ નથી મળ્યું તેમણે ઓનલાઇન પોર્ટલ ઉપર તેમની સામેની નોટિસ પેન્ડિંગ નથી તે તપાસ કરી લેવી. નહીંતર રિફંડ નહીં મળે પરંતુ નોટિસનો સામનો કરવો પડશે. આમ દરેક કરદાતાએ રિફંડ ના મળ્યું હોય તે પોર્ટલ ઉપર નોટિસ પેન્ડિંગ નથી તે જાેઇ લેવી જાેઇએ.
આઈટી રિફંડ નહીં મેળવનારાએ પોર્ટલ પર પેન્ડિંગ નોટિસ ચકાસવી પડશે


















Recent Comments