બોલિવૂડ

સની દેઓલની ફિલ્મ ‘ચુપ’માં મ્યૂઝિક કમ્પોઝર તરીકે બિગ બીનું ડેબ્યુ

બોલિવૂડના એક્શન હીરો સની દેઓલ અને સાઉથના સ્ટાર દુલકર સલમાનની ફિલ્મ ચુપ ૨૩ સપ્ટેમ્બરે થીયેટરમાં રિલીઝ થશે. દુલકરે ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં ચુપનું પોસ્ટર શેર કર્યુ હતું. ચુપઃ રીવેન્જ ઓફ આર્ટિસ્ટ હેશટેગ સાથે તેણે ૨૩મી સપ્ટેમ્બરની રીલિઝ ડેટ એનાઉન્સ કરી હતી. સની દેઓલ ઉપરાંત ફિલ્મના ડાયરેક્ટર આર. બાલ્કીએ પણ પોસ્ટર શેર કર્યું હતું. આ ફિલ્મમાં સની અને દુલકરની સાથે પૂજા ભટ્ટ અને શ્રેયા ધન્વંતરી પણ લીડ રોલમાં છે. ઈન્ટ્રેસ્ટિંગલી આ ફિલ્મ દ્વારા અમિતાભ બચ્ચન મ્યૂઝિક કમ્પોઝર તરીકે ડેબ્યુ કરી રહ્યા છે.

ચુપઃ ધ રીવેન્જ ઓફ આર્ટિસ્ટના રાઈટર અને ડાયરેક્ટર આર. બાલ્કી છે. માસ્ટર ફિલ્મમેકર ગુરુ દત્ત અને ૧૯૫૯માં આવેલી તેમની ફિલ્મ કાગઝ કે ફૂલને શ્રદ્ધાંજલિ આપવાના હેતુ સાથે ચુપ બની હોવાનું બાલ્કી જણાવે છે. આ ફિલ્મ સાથે મ્યૂઝિક કમ્પોઝર તરીકે અમિતાભ બચ્ચન ડેબ્યુ કરી રહ્યા છે. બાલ્કીએ જણાવ્યું હતું કે, અમિતજીએ ચુપ જાેઈ અને પિયાનો પર તેમના હાથ ફરવા માંડ્યા અને ધૂન તૈયાર થઈ. તેમની ઓરિજિનલ મેલોડી છે, જે શ્રદ્ધાંજલિ આપવાની તેમની પદ્ધતિ છે. અમિતાભ બચ્ચને ચુપને આપેલી ગિફ્ટને એન્ડ ટાઈટલ ટ્રેક તરીકે રજૂ કરવામાં આવશે.

Related Posts