આ ભાવવધારાનો ભોરિંગ ક્યાં જઈને અટકશે?
આ ભાવવધારાનો ભોરિંગ ક્યાં જઈને અટકશે? લોકો આ શીંગતેલના કૂદકેને ભૂસકે વધી રહેલા ભાવથી અકળાઈ ઉઠયા છે. દિવાળીના તહેવારો નજીક આવી રહ્યાં છે ત્યારે આ ભાવ ક્યાં જશે? લોકો આનંદથી દિવાળીના તહેવારો ઉજવી શકે તે માટે સરકાર કોઈ ઠોસ કદમ ઉઠાવે એવી લોકોની અપેક્ષા છે. સીંગતેલના ડબ્બાનો ભાવ ૩૦૦૦ ને આંબવા મથે છે. હવે કંઈક તો કરો સરકાર..
શીંગતેલના વિકલ્પમાં વપરાતાં કપાસીયા તેલનો પણ ભાવ ૨૫૦૦ ઉપર છે. હવે માથે તહેવારોના દિવસો આવે છે. ભાદરવામાં ગણેશ ચતુર્થી, શ્રાદ્ધ પર્વ, ઋષિ પંચમી, તો આસો માસમાં માતાજીની સ્તુતિ માટે નવરાત્રિથી લઈ દશેરા (વિજ્યાદશમી) અને હિંદુ સંસ્કૃતિનું સૌથી મોટું પર્વ દિવાળીના દિવસો પણ હવે ક્યાં દૂર છે? લોકો પણ હવે આ અસહ્ય ભાવવધારાથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે. કંઈ નહિ તો આ તમામ પર્વો આંનદથી ઉજવી શકે તે માટે સરકારશ્રી કોઈ ભાવનિયંત્રણ પોલીસી અમલમાં મૂકે અથવા અન્ય સહાયક યોજના દ્વારા સબ્સિડાઈઝ્ડ તેલનો પુરવઠો લોકોને મળે એવી યોજના અમલી બનાવવી જોઈએ એવું આમજનતા ઈચ્છે છે.
Recent Comments