fbpx
અમરેલી

કોંગ્રેસના અગ્રણી અર્જુનભાઈ મોઢવાડીયાની અધ્યક્ષતામાં બોલો સરકાર 2021 અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ

વિધાનસભા 2022 ની ચૂંટણીના દરવાજે દસ્તક હોય ત્યારે અમરેલી જિલ્લામાં પ્રદેશ કોંગ્રેસના અગ્રણી અર્જુનભાઈ મોઢવાડીયાની અધ્યક્ષતામાં બોલો સરકાર 2021 અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું ને જિલ્લાભરના કોંગી કાર્યકર્તાઓ સંગાથે આગામી ચૂંટણીને લઈને મેન્યુફેસ્ટો ના સૂચનો લીધા હતા ને જિલ્લાના તમામ ધારાસભ્યો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.


વિધાનસભાની ચૂંટણીના પડધમ વચ્ચે આજે અમરેલી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે બોલો સરકાર 2022 ના નેજા નીચે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું જેનું અધ્યક્ષસ્થાન પ્રદેશ કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાઢીયા હત ને પૂર્વ કૃષિમંત્રી ધીરુભાઈ દૂધવાળા સાથે પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણી, ધારાસભ્ય અંબરીશ ડેર, વિરજીભાઈ ઠુમમર, પ્રતાપ દુઘાત અને પૂંજાભાઈ વંશની વિશેષ ઉપસ્થિતીમાં વિધાનસભાની 2022 ની ચૂંટણીનું બ્યુગલ વગાડ્યું હતું.

27 વર્ષથી સરકાર ચલાવતી ભાજપને નિશાને લીધી હતી ને કોંગી ધારાસભ્યોએ ખેડૂતોથી લઈને હાલના રખડતા પશુઓ અને આરોગ્ય, શિક્ષણ, પેપર કૌભાંડ સહિતના મુદ્દે આડે હાથ લઈને સરકાર સામે બળાપો કોંગી નેતાઓએ વ્યક્ત કરીને આગામી ચૂંટણીઓમાં કોંગ્રેસ ની સરકાર આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કરીને કોંગી કાર્યકર્તાઓ પાસેથી ચૂંટણી લક્ષી સૂચનો લીધા તો પીઢ કોંગી નેતાઓ પાસેથી માર્ગદર્શન પણ પ્રદેશ નેતાઓએ લીધેલ હતું ને સરકાર સામે રોષ વ્યકત કરતા અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું.

Follow Me:

Related Posts