અમરેલી

સર્જન કન્સ્ટ્રક્શન કંપની દ્વારા બનાવેલા નબળા સી સી રોડનુ સરકારી લેબોરેટરીમા પૃથ્થકરણ કરાતા રોડ નબળા સાબીત થયા

સાવરકુંડલા શહેરમા તાજેતરમાં બનેલા સવર્ણિમ જયંતિ મુખ્યમંત્રીશ્રી શહેરી વિકાસ યોજના (યુ.ડી.પી-88) વર્ષ 2020/21 તથા વર્ષ 2021/22  હેઠળ નગરપાલિકાના જુદા જુદા વિસ્તારોમા સી સી રોડના કામો સર્જન કન્સ્ટ્રક્શન કંપની ને આપવામાં આવેલા છે, જે તમામ રોડના ટેન્ડરની રકમ રૂપિયા 6 કરોડથી વધારે છે, આ સર્જન કન્સ્ટ્રક્શન કંપની દ્વારા સાવ નબળુ અને ઓછુ મટીરીયલ્સ વાપરી સી સી રોડ ખુબજ નબળા બનાવેલ છે.

જે અંગે સાવરકુંડલા શહેર ભાજપ પૂર્વ મહામંત્રી શ્રી રામદેવસિંહ ગોહિલ દ્વારા સરકારમાં ઉચ્ચસ્તરે ફરીયાદ કરવામા આવેલ હતી, જે સંદર્ભે પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી- ભાવનગર દ્વારા આ નબળા રોડનુ કોરકટીંગ કરી તેના નમૂનાઓ પૃથ્થકરણ માટે સરકારી પૃથ્થકરણ એજન્સી (GERI) રાજકોટમાં મોકલવામાં આવેલ હતા. કુલ 6 રોડના પૃથ્થકરણ માથી 2 રોડના નમૂના સંપૂર્ણપણે બિલકુલ નબળા (Fail) સાબીત થયા છે, જેથી આ નબળા કામ કરનાર સર્જન કન્સ્ટ્રક્શન કંપનીનો ભ્રષ્ટાચાર ખુલ્લો પડી ગયો છે.

તેમજ આ એજન્સી પાસેથી લાંચ લઇ તેને પ્રોત્સાહન અને પીઠબળ પૂરૂં પાડનાર અમરેલી જીલ્લાના એક મોટા ગજાના ભ્રષ્ટાચારી નેતાની પોલ ખુલી ગઇ છે, જેઓ સાવરકુંડલા શહેરમા ગલી/મહોલા ની મીટીંગોમાં મોટે મોટેથી બુમરાણ મચાવતા કે સાવરકુંડલા નગરપાલિકાના રોડ ના કામ રાખનાર એજન્સી દૂધે ધોયેલી છે. આવા ભ્રષ્ટાચારી નેતા દ્વારા સરકારી અધિકારીઓ ઉપર દબાણ લાવી આવા નબળા કામ કરનાર સર્જન કન્સ્ટ્રક્શન કંપની ને બીલની રકમના 2 કરોડથી વધુની રકમના હપ્તા તો બળજબરીપૂર્વક અપાવી દીધા છે, લોકો કે નગરપાલિકાના સભ્યો શરમ કે ડર ને કારણે વિરોધ કરી શકતા નથી પરંતુ પાપનો ઘડો હમેશા છલકાય જ છે.

Follow Me:

Related Posts