રાષ્ટ્રીય

કોંગ્રેસના શશિ થરૂરે ભાજપ નેતાના કર્યાં વખાણ

કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે પોતાના પૂર્વ સહયોગી અને ભાજપ નેતા ખુશબુ સુંદરની પ્રશંસા કરી છે. મામલો બિલકિસ બાનો ગેંગરેપના દોષીતોને છોડવા સાથે જાેડાયેલો છે. હકીકતમાં ખુશબુ સુંદરે આ મામલામાં ન્યાયની માંગ કરતા ટ્‌વીટ કર્યુ હતું અને દોષીતોને છોડવાને માનવ જાતિ અને નારીત્વનું અપમાન ગણાવ્યું હતું. થરૂરે પ્રશંસા કરતા કહ્યું કે તેમને ગર્વ છે કે ભાજપ નેતા દક્ષિણપંથીની જગ્યાએ સાચી વાત સાથે ઉભા છે. હકીકતમાં વર્ષ ૨૦૨૨ના ગુજરાત તોફાનો દરમિયાન બિલકિસ બાનો સાથે ગેંગરેપ કેસમાં આજીવન કેદની સજા કાપી રહેલા બધા ૧૧ આરોપીઓને આ મહિનાની શરૂઆતમાં ગુજરાત સરકારે છોડી દીધા હતા. વિપક્ષી દળો દ્વારા ખાસ કરીને કોંગ્રેસે આ મુદ્દાને ઉઠાવ્યો અને ભાજપ સરકારની ટીકા કરી હતી.

ગુજરાત સરકારના આ પગલાની ટીકા કરતા ભાજપ નેતા ખુશબુ સુંદરે કહ્યું કે આવી ઘટનાઓ માનવ જાતિ અને નારીત્વનું અપમાન છે. હવે ભાજપ નેતાની પ્રશંસા કરતા કોંગ્રેસ નેતા શશિ થરૂરે રિટ્‌વીટ કર્યુ છે. કહ્યું કે ગર્વ છે કે ભાજપ નેતા દક્ષિણપંથની જગ્યાએ સાચી વાત સાથે ઉભા છે. કોંગ્રેસ નેતાએ ટ્‌વીટને રીટ્‌વીટ કરતા લખ્યું- સાંભળો, સાંભળો! ખુબસુંદર! તમને દક્ષિણપંથની જગ્યાએ સાચી વાત માટે ઉભા રહેતા જાેઈને ગર્વ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ખુશબુ સુંદરે ટ્‌વીટ કર્યું હતું, એક મહિલા જેની સાથે બળાત્કાર, મારપીટ, ક્રૂરતા કરવામાં આવે છે અને તેમની આત્માને જીવનભર માટે જખમી કરવામાં આવે છે તેને ન્યાય મળવો જાેઈએ. કોઈપણ પુરુષ જે તેમાં સામેલ છે તેને મુક્ત ન કરવા જાેઈએ. જાે તે થાય તો માનવ જાતિ અને નારીત્વનું અપમાન છે. બિલકિસ બાનો કે કોઈપણ મહિલાએ રાજનીતિ અને વિચારધારાથી ઉપર સમર્થનની જરૂર છે.

Related Posts