fbpx
અમરેલી

‎દામનગર સાર્વજનિક જીવનની સુવાસ જીવનભાઈ હકાણીનો દીપ બુજાયો સાર્વજનિક ક્ષેત્રે પુરી ન શકાય તેવી ખોટ

દામનગર જાહેર જીવનનું અજવાળું  અનેકો સંસ્થાનના સ્થાપક પાયાના પથ્થર જીવનભાઈ હકાણી નો ૯૨ વર્ષની વયે જીવન દીપ બુજાયો સાત દાયકાઓથી સાર્વજનિક સંસ્થા માટે સમર્પિત પૂર્વ દામનગર નગરપતિ માર્કેટયાર્ડ જી આઈ ડી સી ચેમ્બર ઓફ કોમર્સના સ્થાપક પાયાના પથ્થર ધાર્મિક સંસ્થાન શ્રી પૃષ્ટિયમાર્ગી બાલ કૃષ્ણ  હવેલી એવમ સાહિત્ય જગતની શાન શ્રી મણીભાઈ સાર્વજનિક  પુસ્તકાલય શ્રી કુંભનાથ મહાદેવ શ્રી વેજનાથ મહાદેવ મંદિર અને સ્મશાન  વિકાસમાં અગ્ર હરોળના આગેવાન અન્નક્ષેત્ર આરોગ્ય હુન્નર કૌશલ્ય તાલીમ સેવા ઓ શિક્ષણ જીવદયા દુષ્કાળ રાહત આપતી અતિવૃષ્ટિ માં રાહત સેવા સામાજિક સંરચના સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ જેવી પ્રવૃત્તિ સામાજિક સંવાદિતાથી અવિરત સાર્વજનિક જીવન વ્યતીત કરનાર સ્વ જીવનભાઈ હકાણી  શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ મુક બધીર અંધત્વ શાળા બાળ કેળવણી જેવી એક ડઝન થી વધુ સંસ્થામાં રાહબર માર્ગદર્શક  જીવનના અંતિમ શ્વાસ સુધી સેવારત સતત પ્રવૃત્તિમય જીવન સામાજિક સ્વૈચ્છિક ધાર્મિક શેક્ષણિક સંસ્થા ઓમાં “મારો વ્યક્તિ નહિ પણ સારો વ્યક્તિ” ના સ્લોગન થી ઉચ્ચ આચરણ સાથે નિષ્ઠા પ્રમાણિકતા જેવા ઉમદાગુણ ધરાવતા જીવનભાઈ અનેક વડીલો અને તેમની ત્રીજી પેઢી ના યુવાનો સાથે પણ કામ કરી સુમેળ ના સદગુણી સ્વ જીવનભાઈ હકાણી નું જીવન કવન જાહેર સંસ્થા ઓ માટે આદર્શ અને પથદર્શક છે સદગત ના પુત્ર રત્ન C A  કિરીટભાઈ હકાણી મુંબઈ પુત્રવધુ નીલાબેન કે હકાણી  શેલેશભાઈ હકાણી સુજાતાબેન એચ હકાણી પુત્રી રત્ન રેખાબેન હકાણી હિનાબેન હકાણી પૌત્ર રાહુલ પૌત્રી નિયતિ  સુકેશી ડો નિમિતા સહિત બહોળો પરિવાર અને ખૂબ મોટો ચાહક વર્ગ ધરાવે છે આજે બપોર ના ૧-૪૫ કલાકે  જીવનભાઈ જમનાદાસદાસભાઈ હકાણી નું ૯૨ વર્ષ ની વયે દેહાંવસાન થયેલ છે સદગત ના પાર્થિવ દેહ ને દામનગર ખાતે પંચમહાભૂતો વિલીન કરાશે સદગત ના પાર્થિવ દેહ ને આજે સાંજ ના છ કલાકે તેમના નિવાસ સ્થાન થી નીકળશે જાહેર જીવન ને પુરી ન શકાય તેવી ખોટ પડી છે

Follow Me:

Related Posts