fbpx
અમરેલી

લીલીયા તાલુકાના જાત્રુડા ગામે માન. ધારાસભ્ય પ્રતાપ દુધાત દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું

માન. ધારાસભ્ય પ્રતાપ દુધાત દ્વારા પોતાને મળતી ગ્રાન્ટ માંથી જાત્રુડા ગામે વનીકરણ માટે વૃક્ષના છોડ અને પિંઝરા માટે એક લાખ ની ગ્રાન્ટ ફાળવેલ હતી તેમનું વૃક્ષા રોપણ નો પોગ્રામ રાખવામાં આવ્યો હતો જે પોગ્રામ નું નામ ગામ લોકોએ મિશન ગ્રીન જાત્રુડા રાખવામાં આવ્યું હતું.  જેમાં જાત્રુડા ગામના લોકો અને ગામના બહાર રહેતા લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ વૃક્ષારોપણ માટે સદભાવના પાસેથી ખરીદી અને વૃક્ષોને નિભાવવા માટે સદભાવના  માનવ સેવા ટ્રસ્ટના જવાબદારી ગામ લોકોએ આપી હતી અને આ ટ્રસ્ટના પ્રમુખ વિજયભાઈ ડોબરીયા પણ આ વૃક્ષારોપણ ના હાજર રહ્યા હતા. ધારાસભ્ય પ્રતાપ દુધાત દ્વારા પણ હાલમાં ખૂબ જ પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે જેથી જાત્રુડા ગામના લોકોએ જે વિચાર્યું કે અમારા ગામને ગ્રીન બનાવવા માટે વૃક્ષો ઉંચેર કરવો છે તેવી માંગ મારા પાસે ગામના આગેવાનોએ કરી એટલે મને મળનાર ગ્રાન્ટ માંથી તાત્કાલીક એક લાખ ગ્રાન્ટ ફાળવી આ વૃક્ષારોપણ ના પોગ્રામમાં ખૂબ મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા .

Follow Me:

Related Posts