અમરેલી

લેમ્પના અજવાળે જુગાર રમતા સાત ઈસમોને રોકડ રકમ સહીત પકડી પાડતી સાવરકુંડલા પોલીસ

અશોકકુમાર યાદવ સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી ભાવનગર વિભાગનાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમા દારૂ – જુગારની બંદી દુર કરવા પ્રોહી – જુગારના કેસો કરવા અંગે સ્પેશ્યલ ડ્રાઇવનુ આયોજન કરેલ હોય તથા શ્રી હિમકરસિંહ સાહેબ પોલીસ અધિક્ષક શ્રી , અમરેલી તથા શ્રી કે.જે.ચૌધરી સાહેબ નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાવરકુંડલા વિભાગ , સાવરકુંડલા તથા શ્રી કે.સી.રાઠવા સાહેબ સર્કલ પોલીસ ઇન્સપેકટર , ધારી સર્કલ નાઓએ રેન્જડિસ્ટ્રીક્ટડિવીઝન સર્કલ માં ડ્રાઇવ દરમ્યાન પ્રોહીબીશન તથા જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના આપેલ હોય.

જે અન્વયે સાવરકુંડલા રૂરલ પો.સ્ટે.વિસ્તારમાં તા .૩૦ / ૦૮ / ૨૦૨૨ ના રાત્રીના પો.સબ.ઇન્સ વાય.પી.ગોહીલનાઓની રાહબારી હેઠળ સાવરકુંડલા રૂરલ પોલીસ ટીમને બાતમીરાહે હકીકત મળેલ કે સાવરકુંડલા રૂરલ પો.સ્ટે વિસ્તારમાં આવેલ બગોયા ગામની સીમમા સુમારભાઇ પન્નુભાઇ જાખરાની વાડી પાસે રસ્તામા લેમ્પના અજવાળે અમુક ઇસમો પૈસા પાના વડે હારજીતનો જુગાર રમે છે તેવી ચોકકસ બાતમી આધારે સાવરકુંડલા રૂરલ પોલીસ ટીમે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતાં જાહેરમાં જુગાર રમતા કુલ સાત ઇસમોને રોકડ રકમ અને જુગારના સાહીત્ય સાથે પકડી પાડી તમામ વિરૂધ્ધ સાવરકુંડલા રૂરલ પો.સ્ટે ભાગ બી ગુ.ર.નં .૧૧૧૯૩૦૫૩૨૨૦૫૩૭૨૦૨૨ જુગાર ધારા કલમ ૧૨ મુજબ ગુન્હો રજી કરી ધોરણસર કાર્યવાહી કરેલ છે.

પકડાયેલ આરોપીઓ – ( ૧ ) ઇકબાલભાઇ દાઉદભાઇ સોલંકી ઉ.વ .૪૦ ધંધો.ડ્રાઇવિંગ રહે.ખાંભા તા.ખાંભા ( ૨ ) અયુબભાઇ કાસમભાઇ ચૌહાણ ઉ.વ .૪૫ ધંધો.ડ્રાઇવિંગ રહે.ખાંભા તા.ખાંભા ( ૩ ) અલારખભાઇ મામદભાઇ બોળાતર ઉં.વ .૫૩ ધંધો , ખેતી રહે.ખાંભા તા.ખાંભા ( ૪ ) નાજીશભાઇ જાવેદભાઇ બોઘાણી ઉ.વ .૨૭ ધંધો.મજુરી રહે.ખાંભા તા.ખાંભા ( ૫ ) સુમારભાઇ પન્નુભાઇ જાખરા ઉ.વ .૪૫ ધંધો ખેતી રહે.બગોયા તા.સાવરકુંડલા ( ૬ ) ઇશાકભાઇ હાજીભાઇ જાખરા ઉ.વ .૩૮ ધંધો.ખેતી રહે.બગોયા તા.સાવરકુંડલા ( ૭ ) નુરદીનભાઇ ગુલુભાઇ જાખરા ઉ.વ .૩૦ ધંધો.મજુરી રહે.બગોયા તા.સાવરકુંડલા

પકડાયેલ મુદામાલ – રોકડ રૂ .૩૦,૧૫૦ / -તથા ગંજીપતાના પાના નંગ – પર કિ.રૂ .૦૦ / -મળી કુલ કિં.રૂ .૩૦,૧૫૦ – નો મુદામાલ

આ કામગીરી વાય.પી.ગોહીલ પો.સબ.ઇન્સની રાહબરી હેઠળ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનની પોલીસ ટીમના ASI યુવરાજભાઇ સામતભાઇ વનરા UHC કીશનભાઇ ભુપતભાઇ આસોદરીયા તથા PC મનુભાઇ રામભાઇ , દીપકભાઇ દીનેશભાઇ , ચીંતનભાઇ ઘનશ્યામભાઇ વિગેરે પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.

Related Posts