fbpx
અમરેલી

તા.૨૮ સપ્ટેમ્બરે બાબરા તાલુકાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

અમરેલી જિલ્લાના બાબરા તાલુકાનો સપ્ટેમ્બર-૨૦૨૨ માસનો તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ મામલતદાર કચેરી બાબરા ખાતે યોજાશે. તાલુકા કક્ષાના પ્રશ્નો/ફરિયાદો તા.૧૫ સપ્ટેમ્બર,૨૦૨૨ સુધીમાં મામલતદાર કચેરી, બાબરા ખાતે પહોંચાડવા. આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અરજી કરતા પહેલા અરજદારે ગ્રામ્યકક્ષાનો પ્રશ્ન હોય તો ગ્રામ પંચાયત, ગ્રામ સેવકને પ્રથમ અરજી કરી હોય અને અનિર્ણિત હોય, તાલુકા કક્ષાના પ્રશ્ન માટે તાલુકાના જવાબદાર અધિકારીશ્રીને પ્રથમ લેખિત રજૂઆત કરી હોય અને અનિર્ણિત હોય, આ પ્રશ્નો ગ્રામ સ્વાગતના ગ્રામ્ય કક્ષાએ ઓનલાઈન આપી શકાશે. આ ક્રાયક્રમમાં રજૂ થતાં પ્રશ્નો ગ્રામ અને તાલુકા કક્ષાએ જ નિર્ણય લઈ શકાય તેવા જ હોવા જોઈએ. આ ક્રાર્યક્રમમાં અરજદાર જાતે રુબરુ પોતાના પ્રશ્નોનોની જ આધાર પુરાવા સાથે રજૂઆત કરવી.  સામુહિક રજૂઆત કરી શકાશે નહીં. આ ઉપરાંત કોઈપણ કોર્ટમાં નિર્ણયાધિન પ્રશ્નો પણ રજૂ થઈ શકશે નહીં, તેમ તાલુકા મામલતદારશ્રી બાબરાની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Follow Me:

Related Posts