રાષ્ટ્રીય

સોશિયલ મીડિયામાં વાઈરલ થયો દુર્ઘટનાનો આ ખતરનાક વીડિયો

રસ્તા પર જેટલા સવાધાન રહો એટલું ઓછું છે. દુર્ઘટના ક્યારે તબાહી મચાવી દે છે તો ત્યારેક જીવનભરનો પાઠ ભણાવી દે છે. આવું જ કંઈક આ શખ્સ સાથે થયું છે. આ વીડિયોને જાેઈ થોડીક ક્ષણો માટે તમારા દિલની ધડકન થંભી જશે. થોડી જ સેકેન્ડનો આ વીડિયો ખરેખરમાં ખતરનાક છે, જાેકે, રસ્તા પર હાજર લોકોનું ભાગ્ય સારું હતું કે તેમને કોઈ જાનહાની થઈ નથી. આ વીડિયો ઉત્તર પ્રદેશનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ વીડિયોમાં લોકો ફાટકની વચ્ચે ઉભા રહી આગળથી પસાર થતી ટ્રેનની જવાની રહા જાેઈ રહ્યા હતા. જાેકે, કોઈને પણ આ વાતનો અંદાજાે ન હતો કે થોડી જ ક્ષણો બાદ અહીંયા શું થવાનું છે.

ત્યારબાદ શું થયું તે જાણવા માટે પહેલા તમે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો આ વીડિયો એકવાર જરૂર જુઓ… જ્યારે પાટા પર લોકો પાતાના વાહન લઇને રાહ જાેઈ રહ્યા હતા ત્યારે અચાનક એક તરફથી ટ્રેન આવતી જાેવા મળી રહી છે. તમામ લોકો સાયકલ અને બાઈક સહિત પાછા હટી જાય છે. પરંતુ એક શખ્સનું બાઈક પાટા ઉપર ફસાઈ જાય છે અને તે શખ્સ તેને કાઢવાનો પ્રયાસ કરવા લાગે છે. શખ્સ તેની બાઈકને છોડી જેવો ત્યાંથી ભાગે છે અને પાછળ વળીને જુએ છે ત્યારે તેની બાઈકનો ખુરદો બોલાઈ જાય છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટપોર્મ યુટ્યુબ પર શેર કરવામાં આવ્યો છે અને હવે આ વીડિયોને હજારો વખત જાેવામાં આવ્યો છે. એટલું જ નહીં ઘણા લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે. કોઇને પણ શખ્સના ભાગ્ય પર વિશ્વાસ થઈ રહ્યો નથી. આ વીડિયોને જાેઈ ઘણા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.

Related Posts