અમરેલી

ભાજપ સરકાર ગુજરાત રાજયના યુવાધનના ભવિષ્યને બરબાદ કરવાનું ષડયંત્ર : પરેશ ધાનાણી

ગુજરાતમાં છેલ્લા ર૮ વર્ષથી ભાજપનું શાસન છે, અને ભાજપના શાસનમાં ગુજરાતમાં વર્ષ ર૦ર૧ માં ૮,૭૮૯ લોકોએ આત્મહત્યા કરી હોવાનું નેશનલ ક્રાઈમ બ્યુરોના રીપોર્ટમાં બહાર આવ્યું છે, જે પૈકી ડ્રગ્સ અને દારૂની લતના કારણે ૧૧૭ પુરૂષ અને ૧૦ મહિલા એમ કુલ ૧ર૭ વ્યકિતને જીવન ટૂંકાવ્યું હતું, ગત વર્ષ
ગુજરાતમાં આ લતના કારણે ૭૭ લોકોએ આત્મહત્યા કરી હતી, આમ છેલ્લા એક વર્ષની સરખામણીએ ગુજરાતમાં ડ્રગ્સ અને દારૂની લતના કારણે આત્મહત્યાના પ્રમાણમાં ૬પ% જેટલો વધારો થયો છે, જે ખુબ જ ચિંતાજનક છે.

ગુજરાતમાં છેલ્લા ચાર વર્ષમાં પહેલવાર ડ્રગ્સ–દારૂની લતના કારણે આત્મહત્યાના સોૈથી વધુ કિસ્સા નોંધાયા છે. છેલ્લા ચાર વર્ષમાં આ લતના કારણે ૩૪૩ લોકોએ આત્મ હત્યા કરી છે, વર્ષ ર૦૧૮ માં ૬૪, ર૦૧૯ માં ૭પ, ર૦ર૦ માં ૭૭ અને હવે ર૦ર૧ માં આંકડો વધીને ૧ર૭ થઈ ગયેલ છે. ગુજરાતને જો સમૃધ્ધ – વિકસીત રાજ્ય બનાવી અને આવનારા દિવસોમાં ગુજરાતની પેઢીઓને સમૃધ્ધ બનાવવી હશે તો ગુજરાતમાં ડ્રગ્સ અને દારૂનું જે નેટવર્ક વધતું જઈ રહ્યું છે.

તેની સામે તાત્કાલીક કડક અંકુશ આવે તે માટેની જરૂરી કાર્યવાહી કરવામાં આવે એ માટેની જરુરી વ્યવસ્થાઓ કરવામાં આવે અને ગુજરાતમાં એવા તો કોણ લોકો છે કે જેમના ડ્રગ્સના કનેક્શન છેક તાલિબાન સાથે જોડાયેલા છેP ડ્રગ્સ પકડવાની બાબતોમાં અનેક દિવસો થયા હોવા છતાં કોઈ નક્કર કાર્યવાહી નથી
થઈ રહી સરકારમાં બેઠેલા લોકોની મીલીભગત છેP ગુજરાતની ભાવિ પેઢી માટે ખૂબજ ચિંતાનો વિષય છે.

Related Posts