સોનાલી ફોગાટ હત્યા કેસમાં ગોવા પોલીસના સૂત્રોના હવાલે મોટા સમાચાર આવ્યા છે. સૂત્રોના જણાવ્યાં મુજબ આરોપી સુધીર સાંગવાને હત્યાના ષડયંત્રની વાત કબૂલી છે. સૂત્રોના જણાવ્યાં મુજબ સુધીર સાંગવાને જણાવ્યું છે કે શૂટની વાત કરીને ગુરુગ્રામથી ગોવા લાવવાનો પણ આ ષડયંત્રનો એક ભાગ હતો. જ્યારે હકીકતમાં આવું કોઈ પણ શુટિંગ થવાનું નહતું. આ ષડયંત્રને ઘણા સમય પહેલાથી રચવામાં આવી રહ્યું હતું. ગોવા પોલીસના સૂત્રોના જણાવ્યાં મુજબ કસ્ટડીમાં થયેલી પૂછપરછમાં સુધીરે જણાવ્યું છે કે શૂટની વાત કરીને ગુડગાંવથી ગોવા લાવવા એ પણ ષડયંત્રનો ભાગ હતો. હકીકતમાં આવું કોઈ શૂટ થવાનું નહતું. સુધીર સાંગવાન આ ષડયંત્રને ઘણા સમય પહેલેથી પ્લાન કરી રહ્યો હતો.
ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે આ મામલે પોલીસને જેમ બને તેમ જલદી ચાર્જશીટ દાખલ કરવાના નિર્દેશ આપ્યા છે. આરોપીઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં અત્રે જણાવવાનું સોનાલી ફોગાટ હત્યા મામલે ગોવાની એક કોર્ટે ત્રણેય આરોપીઓને ૭ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા છે. આ મામલે સોનાલી ફોગાટના પીએ સુધીર સાંગવાન, એક અન્ય સહયોગી સુખવિંદર સિંહ, રેસ્ટોરાના માલિક એડવિન નૂન્સ, કથિત ડ્રગ તસ્કર દત્તાપ્રસાદ ગાંવકર અને રામદાસ માંડ્રેકરની ધરપકડ કરવામાં આવી છે.
નોંધનીય છે કે ટિકટોકથી લોકપ્રિયતા મેળવનારા ફોગાટને ૨૩ ઓગસ્ટના રોજ ઉત્તર ગોવામાં એક હોસ્પિટલમાં મૃત અવસ્થામાં લાવવામાં આવ્યા હતા. એક દિવસ પહેલા ફોગાટ બે અન્ય લોકો સાથે ગોવા પહોંચ્યા હતા. પોલીસનું કહેવું છે કે ફોગાટને તેમના મોતના ગણતરીના કલાકો પહેલા એક રેસ્ટોરામાં નશીલો પદાર્થ મેથામફેટામાઈન આપવામાં આવ્યું હતું. આ મામલે અત્યાર સુધીમાં સુધીર સાંગવાન સહિત પાંચ લોકોની ધરપકડ થઈ છે.
Recent Comments