કંગના તેની લાસ્ટ રિલીઝ ફિલ્મ ‘ધાકડ’ની નિષ્ફ્ળતાને પાછળ છોડીને આગળ વધી છે અને તે તેના આગામી પ્રોજેક્ટ ‘ઈમરજન્સી’ પર ફોકસ કરી રહી છે. કંગના આ ફિલ્મની લેખિકા છે અને તેને ડિરેક્ટ પણ કરી રહી છે અને તેમાં ભારતના પૂર્વ મહિલા પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીનું કિરદાર નિભાવી રહી છે. આ સાથે જ, આ ફિલ્મમાં અનુપમ ખેર, મિલિંદ સોમન અને શ્રેયસ તલપડે મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. આ ફિલ્મમાં અનુપમ ખેર ભારત રત્ન અને પોલિટિકલ લીડર દિવંગત જયપ્રકાશ નારાયણનું પાત્ર ભજવી રહ્યા છે અને કંગનાના ડિરેક્શનથી તેઓ ખૂબ જ ઈમ્પ્રેસ થયા છે.
ડિરેક્ટર કંગનાના વખાણ કરતા આ પીઢ અભિનેતાએ કહ્યું હતું કે, કંગના બ્રિલિયન્ટ ડિરેક્ટર છે. અમે હમણાં જ ફિલ્મનું એક શિડ્યુલ પૂરું કર્યું છે. તેની સાથે જાેડાવવું અદભૂત અનુભવ છે. તે અનેકવાર તમારી પાસે આવે છે અને કાનમાં આવીને કોમેન્ટ આપે છે અને હું તેની આ કળા અને ફિલ્મને તેને જાેવાની નજરથી મંત્રમુગ્ધ છું. જે.પી. નારાયણજી કેવા હતા અને કોઈ સિચ્યુએશન પર તેમનું રિએક્શન કેવું હતું તે કંગના જાણે છે. તેમને સાચા અર્થમાં ફિલ્મી પડદે કેવી રીતે રજૂ કરવા તે બાબતે કંગના ક્લિયર છે. અનુપમ ખેરના સિલેક્શન વિશે કંગનાએ જણાવ્યું હતું કે, જયપ્રકાશજી ગાંધીજી પછી દેશના બીજા સૌથી મોટા નેતા હતા.
લોકો તેમનું ખૂબ જ સન્માન કરતા હતા અને તેઓ સાચા અર્થમાં લોક નેતા હતા. તેમનું પાત્ર નિભાવવા માટે અનુપમ ખેર સરથી વધુ સારું કોણ હોઈ શકે? તેમની એક્ટિંગ સ્કીલ, સ્ક્રિન પ્રેઝન્સ અદભૂત છે. હું ખૂબ જ લકી છું કે, તેમણે મારી લખેલી સ્ક્રિપ્ટ પર કામ કરવાની હા પાડી છે. તેમને સિલેક્ટ કરવાવાળી હું કોણ? તેઓએ આ ફિલ્મ સિલેક્ટ કરી છે તે બદલ હું તેમની આભારી છું.
Recent Comments