કૌશિકભાઈ વેકરીયાની વિશેષ ઉપસ્થિતિમાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો
સાવરકુંડલા માર્કેટયાર્ડ ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી પરષોત્તમભાઇ રૂપાલા ઈફકોના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી તેમજ ગુજકોમાસોલના વાઇસ ચેરમેન શ્રી બિપીનભાઈ ગોતા અને જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરીયાની વિશેષ ઉપસ્થિતિમાં કૃષિ શિબિર, આકસ્મિક ચેક વિતરણ,મંડળીઓને લેપટોપ વિતરણનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો. આ તકે ઉપસ્થિત પ્રદેશ ભાજપના મંત્રી શ્રી મહેશભાઈ કસવાલા,સાંસદ શ્રી નારણભાઇ કાછડીયા,જિ.પ પ્રમુખ શ્રી રેખાબેન મોવલિયા,પૂર્વ ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી, અમર ડેરીના ચેરમેન શ્રી અશ્વિનભાઈ સાવલિયા,પ્રદેશ મહિલા મોરચાના મંત્રી શ્રી ભાવનાબેન ગોંડલિયા,પ્રદેશ યુવા મોરચાના ઉપપ્રમુખ શ્રી મનીષભાઈ સંઘાણી,જિલ્લા સંઘના પ્રમુખ શ્રી જયંતીભાઇ પાનસુરીયા, માર્કેટિંગ યાર્ડના ચેરમેન શ્રી દીપકભાઈ માલાણી,સંગઠનના હોદેદારો,વિવિધ મોરચાના હોદેદારો, યાર્ડના ડિરેક્ટરો,સહીત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments