દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહેલ છે તેવા સમયે અમરેલીની પ્રાચિન અને પ્રસિધ્ધ શિક્ષણ સંસ્થા એમ.વી.પટેલ કન્યાછાલાયના આચાર્યા સુશ્રી અરૂણાબહેન માલાણીએ રાજયના શ્રેષ્ઠ આચાર્યા તરીકેનો એવોર્ડ મેળવતા આ સંસ્થાની શિક્ષણપ્રવૃતિ રાજય કક્ષાએ ઝળહળી ઉઠી છે. અમદાવાદ મુકામે મહામહિમ રાજયપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી, રાજયકક્ષાના મંત્રી કીર્તિસિંહ વાઘેલા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતીમા એવોર્ડ મેળવી અમરેલી આવતા અરૂણાબેન માલાણીની સિધ્ધિને સંસ્થાના ચેરમેન દિલીપ સંઘાણી, અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલીયા, જીલ્લા સહકારી ખરીદ વેંચાણ સંઘના પ્રમુખ જયંતિભાઈ પાનસુરીયા, પ્રવિણભાઈ માંગરોળીયા, સુરેશભાઈ પાનસુરીયા, અશોકભાઈ કકાણી સહિત સમાજ શ્રેષ્ઠિઓએ પુષ્પગુચ્છ દ્રારા આવકારી અભિનંદન પાઠવ્યાનું એમ.વી.પટેલ કન્યા વિદ્યાલયની અખબારી યાદીમા જણાવાયેલ છે.
અમદાવાદ ખાતે શ્રેષ્ઠ આચાર્યનો એવોર્ડ મેળવતા અરૂણાબેન માલાણી

Recent Comments