વીશ હજારથી વધુ વસ્તી ધરાવતા દામનગરની જનતાને ડહોળા પાણીના વિતરણથી રોગચાળાનો ભય
વીશ હજારથી વધુ વસ્તી ધરાવતા દામનગર ની જનતાને ડહોળા પાણીના વિતરણ થી રોગચાળાનો ભય. વેરો લેવામાં તૈયાર દામનગર નગરપાલિકાના જવાબદાર લોકો ના અણઘડ વહીવટના કારણે છેલ્લા કેટલાય દિવસોથી ફિલ્ટર કે કલોરીનેશન કર્યા વગરના પાણીના વિતરણ થી અને ઋતુજન્ય રોગચાળાને કારણે લોકો માંદા પડી રહ્યા છે. નગરપાલિકાના ચીફ ઓફિસર અને જવાબદાર પદાધિકારીઓ આવેલ ગ્રાંટના વિકાસ..!!? કામોમાં વ્યસ્ત છે. દામનગર શહેરની વીશ હજાર થી વધુ વસ્તી ધરાવતા આ ગામમાં પક્ષનું સંગઠન વધુ મજબૂત થાય એમાં રસ હોય છે.એ ન ભૂલવું જોઈએ કે જે ગ્રાન્ટ સરકાર ફાળવે છે તે સત્તાધારી પક્ષની નહિ,નાગરીકોએ ચૂકવેલા વેરાની રકમ હોય છે,એટલે શું જવાબદારી સ્વિકારવાની નહિ.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે અદાલતમાં વકીલોને બોલતા રોકી ન શકાય..તો શું મીડિયાના પ્રતિનિધિઓને લખતા કોઈ કરતા કોઈ રોકી ન શકે સમાજના હિત માટે અહેવાલો પ્રસિદ્ધ કરતા પત્રકારો,રિપોર્ટરને ચૂપ કરવાના પ્રયત્નો થાય છે…દામનગર શહેરની જનતાનો રોષ બહાર આવે તે પહેલાં અને રોડ,રસ્તા,પેવર બ્લોક,ચોખ્ખા પાણીના વિતરણ જેવા પાયાના પ્રશ્નો દરેકને સંતોષ થાય એ રીતે નિષ્ઠાથી ઉકેલવામાં આવે. નહિતો ક્યારે શું થાય તે નક્કી નહિ..
Recent Comments