fbpx
અમરેલી

સદભાવના ગ્રુપ દ્વારા સાવરકુંડલામાં સૌ પ્રથમ વાર આઝાદીકા અમૃત મહોત્સવ કાર્યક્રમનું આયોજન

સમગ્ર દેશ જ્યારે આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યો છે ત્યારે સદભાવના ગ્રુપ સાવરકુંડલા દ્વારા આયોજિત ગણેશ મહોત્સવ અંતર્ગત આજે આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં સ્ટેજ પર ભારતીય રાષ્ટ્રધ્વજ તેમજ ભારતીય સેનાના પ્રતીક રૂપે જવાનોના સ્ટેચ્યુ મૂકી સ્ટેજ ને અદભુત શણગારવામાં આવેલ. કુ. કાવ્યા પંકજભાઈ ચૌહાણ એ ભારતમાતાની વેશભૂષા ધારણ કરી લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આજના દિવસે હજારોની સંખ્યામાં જનમેદની ઊમટી પડી હતી અને દર્શનનો લ્હાવો લઈ ધન્યતા અનુભવી હતી. પરમ પૂજ્ય સંત શ્રી ઉષા મૈયા (શિવ દરબાર આશ્રમ કાનાતળાવ) પણ ઉપસ્થિત રહ્યા હતા અને લોકોને આશીર્વાદ પાઠવ્યા હતા.

Follow Me:

Related Posts