એક મહિલા જીમના મશીનમાં ઊલટી ફસાઇ, પોતાની મદદ માટે સ્માર્ટવોચથી કોલ કરી પોલીસ બોલાવવી પડી
આજકાલ ફિટનેસ માટે લોકો જીમ જાેઇન કરવાનું સૌથી વધુ પસંદ કરે છે. પરંતુ ઘણી વખત જીમમાં એવા કિસ્સા બને છે કે વિશ્વાસ કરવો મુશ્કેલ બની જાય છે. ઘણી વખત લોકોનો જીવ જાેખમમાં મૂકાય જાય છે તો અનેક કિસ્સાઓમાં મૃત્યુ પણ થઇ જાય છે. હાલ જીમનો એક આવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક મહિલા જીમ ઇક્વિપમેન્ટમાં કંઇ એવી રીતે ફસાઇ કે તેણીએ મદદ માટે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. ઓહિયોની રહેવાસી ક્રિસ્ટીન ફોલ્ડ્સ નામની મહિલા જીમમા એક ઇક્વિપમેન્ટમાં ફસાઇ ગઇ અને પોતાને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે બહાર નીકળી શકી નહીં. ઘટનાનો વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે પોતાની સ્માર્ટવોચ દ્વારા ૯૧૧માં કોલ કરીને એક અધિકારીને પોતાની મદદ કરવા માટે જણાવી રહી છે. વધારે સમય બગાડ્યા વગર મહિલાએ પોલીસને ફોન કર્યો અને કહ્યું કે, હું જીમમાં માત્ર એક જ વ્યક્તિ છે અને હું એક મશીનમાં ફસાઇ ગઇ છું.
શું તમે બેકબોર્ડ જાણો છો, જેને પાછળ ધકેલી શકાય છે, જીમમાં જાે કોઇ અન્ય વ્યક્તિ હોત તો મારી મદદ કરી શકત. પરંતુ હું આ રીવર્સ બેક ડિકમ્પ્રેશનમાં ફસાઇ ગઇ છું. મને નથી ખબર હું જીમમાં કોઇનું પણ ધ્યાન ખેંચી શકતી નથી. હું ઊલટી ફસાઇ ગઇ છું અને હું પોતાને તેમાંથી બહાર કાઢી શકતી નથી. આ મહિલા ઓહિયોના બેરિયામાં પાવરહાઉસ જીમની અંદર ફસાઈ ગઈ હતી. તે જેસન નામની વ્યક્તિને જીમમાં બોલાવવાનો પ્રયત્ન કરી રહી હતી, જે મોટેથી મ્યુઝિકને કારણે તેને સાંભળી શકતો ન હતો. ક્રિસ્ટીને ૯૧૧ પર ફોન કર્યો તેની થોડી જ મિનિટો બાદ એક અધિકારીએ આવીને તેની મદદ કરી અને મહિલાનો જીવ બચાવ્યો હતો. સમગ્ર ઘટના બાદ ક્રિસ્ટીન એકદમ સદમામાં ચાલી ગઇ હતી. પોતાના આ ડરામણા અનુભવને તેણીએ સોશ્યલ મીડિયામાં પણ લોકો સાથે શેર કર્યો હતો. ક્રિસ્ટીને ટિકટોક પર તેના ફેન્સ અને ફોલોવર્સને જણાવ્યું હતું કે આ ઘટના પછી તેને માથાનો દુખાવો અને હળવા ચક્કર આવ્યા હતા.
Recent Comments