રાજપથ હવે ઈતિહાસ,ગુલામીની વધુ એક ઓળખથી મુક્તિ : પ્રધાનમંત્રી મોદી
કર્તવ્ય પથના ઉદ્ઘાટન કાર્યક્રમમાં બોલીવુડ હસ્તીઓ, અનેક જાણીતા લોકો, રાજ્યોના મુખ્યમંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ સહિત ઘણી હસ્તિઓ પહોંચી છે. આપણે સર્વશ્રેષ્ઠ ભારતનું નિર્માણ કરવું છે. તેનો રસ્તો કર્તવ્યપથથી થઈને જાય છે. આ સર્વકાલિક આદર્શનો જીવંત માર્ગ છે. હવે અહીં દેશના લોકો આવશે અને નેતાજીની પ્રતિમા, નેશનલ વોર મેમોરિયલ જાેશે તો તેના કર્તવ્યબોધથી ઓતપ્રોત થશે. આ સ્થાન પર દેશની સરકાર કામ કરી રહી છે. તમે કલ્પના કરો કે દેશે જેને દેશની સેવા કરવાની જવાબદારી સોંપી હોય. તેને દેશનો સેવક હોવાનો અનુભવ કઈ રીતે કરાવત. જ્યારે પથ જ રાજપથ હોય તો લોકોને અનુભવ કેવો થાય. રાજપથ બ્રિટિશ રાજ માટે હતું. તેની રચના પણ ગુલામીનું પ્રતીક હતી. આ વખતે તેની સંરચના બદલી ગઈ અને આત્મા પણ બદલાય ગઈ. હવે દેશના સાંસદ, મંત્રી અને અધિકારી આ પથ પરથી પસાર થશે તો દેશની પ્રત્યે કર્તવ્યનો બોધ થશે.
નેતાજી સુભાષ અખંડ ભારતના પહેલા પ્રધાન હતા, જેમણે ૧૯૪૭થી પહેલા અંડમાનને આઝાદ કરી ભારતનો ઝંડો લહેરાવ્યો હતો. જ્યારે આઝાદ હિંદ સરકારના ૭૫ વર્ષ પૂરા થવા પર મને લાલકિલા પર તિરંગો ફરકાવવાનું સૌભાગ્ય મળ્યું. અમારી સરકારના પ્રયાસથી લાલકિલ્લામાં નેતાજી અને આઝાદ હિંદ ફોજ સાથે જાેડાયેલું મ્યૂઝિયમ બનાવવામાં આવ્યું. જ્યારે ૨૦૧૯માં ગણતંત્ર દિવસની પરેડમાં આઝાદ હિંદ ફોજના સિપાહીઓએ ભાગ લીધો હતો, તે ક્ષણને ભૂલાવી શકાય નહીં જે દ્વીપોના નામ અંગ્રેજી શાસકોના નામ પર હતા અમે તે નામ બદલીને તેને ભારતીય ઓળખ આપી. અમે પાંચ પ્રણોનું વિઝન રાખ્યું છે. આ પંચ પ્રણોમાં કર્તવ્યોની પ્રેરણા છે. તેમાં ગુલામીની માનસિકતાની ત્યાગનું આહ્વાન છે. પોતાના વારસા પર ગર્વની અનુભૂતિ છે. આજે ભારતના સંકલ્પ પોતાના છે, લક્ષ્ય પોતાનું છે. આજે પથ આપણા છે અને પ્રતીક આપણા છે. આજે જાે રાજપથનું અસ્તિત્વ સમાપ્ત થઈને કર્તવ્ય પથ બન્યું છે. આજે જાે જાેર્જ પંચમનું નિશાન હટાવી નેતાજીની મૂર્તિ લાગી છે તો આ ગુલામીની માનસિકતાની ત્યાગનું પ્રથમ ઉદાહરણ નથી. આ તો ન શરૂઆત છે અને ન અંત છે. નરેન્દ્ર મોદીએ લોકોને સંબોધિત કરતા કહ્યુ- આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બની રહેલા બધા લોકોનો અભિનંદન આપુ છું. આજે ગઈકાલને છોડી આવનારી તસવીરમાં નવા રંગ ભરાઈ રહ્યાં છે. કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યુ કે આપણે આપણા વારસા પર ગર્વ હોવો જાેઈએ.
આપણે એકતા સાથે રહેવાનું છે અને દરેક નાગરિકોએ પોતાના કર્તવ્યનું પાલન કરવું જાેઈએ. હરદીપ સિંહ પુરીએ કર્તવ્ય પથને લઈને કહ્યુ કે, આજે એવું લાગી રહ્યું છે કે ૧૩૦ કરોડ ભારતીયોના અમૃતકાળનું સપનું સાકાર કરવાનો ભવ્ય પથ આપણી સામે ખુલી રહ્યો છે. પીએમ નરેન્દ્ર મોદીએ કર્તવ્ય પથ પર પહોંચીને સૌ પ્રથમ નેતાજી સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ પ્રતિમા તે સ્થાન પર સ્થાપિત કરવામાં આવી છે, જ્યાં આ વર્ષની શરૂઆતમાં ૨૩ જાન્યુઆરીએ નેતાજીની હોલોગ્રામ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. ગ્રેનાઇડથી બનેલી આ પ્રતિમા ૨૮ ફુટ ઉંચી છે. તેનું વજન ૬૫ મેટ્રિક ટન છે. તેને મૂર્તિકાર અરૂણ યોગીરાજે તૈયાર કરી છે. તેને એક ગ્રેનાઇટ પથ્થરમાંથી બનાવવામાં આવી છે. ૧૦૨ વર્ષમાં ત્રીજીવાર રાજપથનું નામ બદલવામાં આવ્યું છે. બ્રિટિશ શાસનમાં તે રોડનું નામ કિંગ્સવે હતું. આઝાદી બાદ તેનું નામ બદલીને રાજપથ કરી દેવામાં આવ્યું હતું, જે કિંગ્સવેનું હિન્દી ટ્રાન્સલેશન છે. હવે તેનું નામ બદલીને કર્તવ્ય પથ કરી દેવામાં આવ્યું છે. ‘કર્તવ્ય પથ’ હવે નવા રંગ સ્વરૂપમાં દેખાશે. ‘કર્તવ્ય પથ’ની આસપાસ લગભગ ૧૫.૫ કિમીનો વોકવે લાલ ગ્રેનાઈટથી બનેલો છે. તેની બાજુમાં લગભગ ૧૯ એકરમાં એક કેનાલ પણ છે. તેના પર ૧૬ પુલ બનાવવામાં આવ્યા છે. ફૂડ સ્ટોલની સાથે બંને બાજુ બેઠક વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ સમગ્ર વિસ્તારમાં લગભગ ૩.૯૦ લાખ ચોરસ મીટરની હરિયાળી પણ ખાસ આકર્ષણનું કેન્દ્ર બનશે. રાહદારીઓ માટે નવા અંડરપાસ બનાવવામાં આવ્યા છે. સાંજના સમયે વિસ્તારને પ્રકાશિત કરવા માટે આધુનિક લાઇટનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. શુક્રવારથી સામાન્ય લોકો પણ તેને જાેઈ શકશે
Recent Comments