ફ્રાન્સના વિદેશ મંત્રી કેથરીન કોલોની ભારતના પ્રવાસે આવશે
ફ્રાન્સના વિદેશ મંત્રી કેથરીન કોલોના બુધવારે તેમના પહેલા ભારત પ્રવાસે આવશે. પરંતુ આ પ્રવાસના થોડાં સમય પહેલાં ેંદ્ગજીઝ્રમાં ફ્રાન્સે આતંકવાદ મુદ્દે ભારતનો સાથ આપ્યો છે. ફ્રાન્સે પાકિસ્તાન સ્થિત જૈશ-એ-મોહમ્મદ આતંકવાદીના મોહિઉદ્દીન ઔરંગઝેબ આલમગીર અને અલી કાશિફ જાનને ેંદ્ગજીઝ્ર ૧૨૬૭ પ્રતિબંધ સમિતિ દ્વારા વૈશ્વિક આતંકવાદી ઘોષિત કરવાના ભારતના પ્રસ્તાવને સમર્થન આપ્યું હતું. મંત્રીના તરીકે પોતાના પહેલા પ્રવાસે કોલોના ૧૪થી ૧૫ સપ્ટેમ્બરે દિલ્હીમાં રહેશે અને દેશના ટોચના નેતાઓ સાથે મુલાકાત કરશે. હિન્દુસ્તાન ટાઈમ્સના એક રિપોર્ટ અનુસાર, ઔરંગઝેબ આલમગીર ૨૦૧૯ પુલવામાં હુમલામાં જૈશ-એ-મોહમ્મદ તરફથી મુખ્ય કડી હતો.
આ મામલે જાણકાર અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, ઔરંગઝેબ આલમગીર ઉર્ફે મુજાહિદ ભાઈ અને અલી કાશિફ જાન ઉર્ફે જાન અલી કાશિફને ૧૨ એપ્રિલે ગૃહ મંત્રાલયે યૂએપીએ હેઠળ આતંકવાદી ઘોષિત કર્યા હતા. પાકિસ્તાનના બહાવલપુરમાં રહેનારા આલમગીર ૨૦૧૯મા પુલવામા આતંકી હુમલામાં માસ્ટરમાઈન્ડ હતો. આલમગીર ફંડ એકઠું કરવાનો અને ઘૂસણખોરીનો કમાન્ડર હતો. ૨૦૧૯માં પુલવામા આતંકી હુમલામાં સીઆરપીએફના ૪૦ જવાનો શહીદ થયા હતા. અધિકારીઓએ કહ્યુ હતુ કે, આલમગીર જમ્મૂ-કશ્મીરમાં અફઘાન આતંકવાદીઓની ઘૂસણખોરીની સાથે-સાથે ખીણમાં આતંકી હુમલાઓ માટે પણ જવાબદાર છે.
અધિકારીઓએ આતંકી કાશિફના વિશે જણાવતા કહ્યુ હતુ કે, ખૈબર પખ્તૂનખ્વાના ચરસદ્દાનો રહેનાર કાશિફ જાન ઓપરેશનલ કમાન્ડર છે અને મસૂદ અઝહર એલ્વી ફેમિલી એન્ટરપ્રાઈઝ દ્વારા સંચાલિત બહાવલપુરમાં સ્થિત જૈશ સમૂહની મુખ્ય પ્લાનિંગ કમિટીનો સદસ્ય પણ છે. કાશિફ ૨૦૧૬માં પઠાનકોટ વાયુ સેના સ્ટેશન હુમલામાં સામેલ આતંકવાદીઓનો હેન્ડલર હતો અને રાષ્ટ્રીય તપાસ એજન્સી દ્વારા તપાસ હેઠળ કેટલાય કેસોમાં મુખ્ય આરોપી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, જૈશના પ્રમુખ કમાન્ડરોમાંથી એક કાશિફ, જમ્મૂમાં સીમા રેખાની પાર આતંકી સંગઠનને સંચાલિત કરતો હતો. ઉપરાંત તે પાકિસ્તાની સેનાના કવર ફાયરની હેઠળ ભારતમાં ઘૂસણખોરોને મોકલવા માટે કાવતરાં ઘડતો હતો.
Recent Comments