ગુજરાત-રાજસ્થાન સરહદ પર આવેલા માલવ નજીક ટેન્કર અને કાર વચ્ચે અકસ્માતમાં કારમાં સવાર ૬ લોકોના મોત થયા હતા, જેમાં ચાર પુરૂષ અને ૨ મહિલાનો સમાવેશ થાય છે. મૃતકો રાજસ્થાનના પાલી જિલ્લાના ગુડા ગુમાનસિંહના રહેવાસી હતી. મૃતકોમાં ભુરારામ જગારામ દેવાસી (૩૨ વર્ષ), સાવરામ ચેનાજી દેવાસી (૨૨ વર્ષ), સાવરામ જાેરારામ દેવાસી (૨૩ વર્ષ) અંબારામ ઝેતા દેવાસી (૨૫ વર્ષ), નિરમા લલિતકુમાર મેઘવાલ (૨૩ વર્ષ) હેમા કાન્હાલાલ મેઘવાલ (૧૫ વર્ષ)નો સમાવેશ થાય છે. મૃતક ચારેય પુરૂષો કાકા-બાપાના પિતરાઈ ભાઈઓ હતા. જેમાંથી ભુરારામ અને અંબારામ બંને કલોલ નોકરી કરતાં હતા. મળેલી માહિતી મુજબ તેઓ રાજસ્થાનના કાકાના દિકરાના લગ્ન માટે ગયા હતા.
જેમાં પરત ફરતાં સમયે સિહોરીના સારણેશ્વર મહાદેવ મેળામાં ગયા હતા. જ્યાંથી તેઓ પરત ફરતાં હતા ત્યારે અકસ્માત નડ્યો હતો. મળેલી માહિતી મુજબ ભુરારામ કલોલ બ્રિજ નજીક આવેલી પુરોહિત ઈન હોટલમાં છેલ્લા દસેક વર્ષથી મેનેજર તરીકે નોકરી કરતાં હતા. જ્યારે અંબારામ કલોલ શહેરમાં આવેલી પુરોહિત ફાસ્ટફૂડ હોટેલમાં નોકરી કરતો હતો. જ્યારે અન્ય ૨ પિતરાઈ ભાઈઓમાંથી એક અમદાવાદ અને એક વાપી ખાતે નોકરી કરતો હતો. મેનેજર ભુરાભાઈના મોતને પગલે હોટેલ માલિક દલપતભાઈ પુરોહિત અંતિમવિધિમાં હાજરી આપવા માટે રાજસ્થાન પહોંચી ગયા હતા. કર્મચારીના મોતને પગલે તેઓ બે દિવસથી હોટેલ પણ બંધ રાખી છે.


















Recent Comments