આજરોજ સાવરકુંડલા ખાતે ગુજરાત કોંગ્રેસ દ્વારા ગુજરાત બંધના એલાનને સાવરકુંડલા શહેર કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસ દ્વારા સમર્થન આપી સવારે 9 થી 11 કલાક સુધી શહેરના મુખ્ય માર્ગો પર દુકાનો બંધ રખાવી અને ત્યારબાદ રિદ્ધિ સિદ્ધિનાથ મહાદેવ ચોકમાં એક કલાક જેટલો સમય રોડ બંધ કરી વાહન વ્યવહાર અટકાવીને ચક્કાજામ કરવામાં આવ્યું હતું.
જેના મુખ્ય મુદ્દા મંદી, મોંઘવારી બેરોજગારી, નોટ બંધી, જીએસટી, પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસ જેવા જીવન જરૂરી ઇંધણો માં અસહ્ય ભાવ વધારો અને ડ્રગ્સ, દારૂ જેવા કાળા કારોબાર જેવા મુદ્દાને ધ્યાનમાં લઇ સાવરકુંડલામાં પ્રચંડ વિરોધ કરી સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો. આ કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત, મનુભાઈ ડાવરા હસુભાઈ સૂચક કનુભાઈ ડોડીયા મહેશભાઈ જયાણી વગેરે સાથે રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.


















Recent Comments