મનીષ પૌલ ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીમાં જાણીતું નામ છે. મનીષે વર્ષ ૨૦૦૭માં તેના કરિયરની શરૂઆત કરી હતી અને તેના હોસ્ટિંગના દેશભરમાં કરોડો ફેન્સ છે. મનીષે તેના કરિયરમાં ‘ઝલક દિખલા જા’, ‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ’, ‘ઈન્ડિયા ગોટ ટેલેન્ટ’, ‘નચ બલિયે’ જેવા અનેક ખ્યાતનામ રિયાલિટી શોમાં એન્કરિંગ કર્યું છે. મનીષે અગાઉ અનેક ફિલ્મોમાં અભિનય કર્યો છે પરંતુ તેની લાસ્ટ રિલીઝ ફિલ્મ ‘જુગ જુગ જીયો’ માં તેણે ભજવેલા કિયારા અડવાણીના ભાઈના પાત્રને ઓડિયન્સ દ્વારા ખૂબ જ વખાણવામાં આવ્યું હતું.મનીષ ‘ઝલક દિખલા જા’ની દસમી સિઝનમાં પણ એન્કરિંગ કરતો જાેવા મળશે. આ ડાન્સ રિયાલિટી શોને ફરી એકવાર હોસ્ટ કરવા વિશે મનીષે કહ્યું હતું કે, હું માધુરીજી અને કરણ જાેહરનો ફેન રહ્યો છું, મારી કેમેસ્ટ્રી શો માટે કામ કરી ગઈ છે અને ઓડિયન્સને પણ ખૂબ જ ગમે છે. મારી કોમેન્ટ્સ પર તેઓ ખોટું નથી લગાડતા અને મને આ વાત સૌથી વધુ ગમે છે.
કરણ સર સાથે મારું કનેક્શન સારું રહ્યું છે અને આ કારણે તો તેમણે તેમની ફિલ્મમાં મને કાસ્ટ કર્યો હતો. ફિલ્મ ‘જુગ જુગ જીયો’ માં મને તેમનો ખૂબ જ સપોર્ટ મળ્યો હતો. આ સાથે જ તેણે ઉમેર્યું હતું કે, આ ફિલ્મે મારી જીંદગી બદલી નાખી છે. લોકોએ મારા વિશે ગંભીરતાથી વિચારવાનું શરુ કર્યું છે. લોકો વિચારતા હતા કે, આ તો ફક્ત હોસ્ટ જ છે અને તેના સિવાય બીજી કોઈ ટેલેન્ટ તેનામાં નથી પરંતુ લોકોએ મને અભિનેતાની નજરે જાેવાનું શરુ કર્યું છે. જે વાતથી હું ખૂબ જ ખુશ છું અને કરણ સરનો આભારી છું. બાકી તો, અનેક ફિલ્મો રિલીઝ થાય છે અને દુનિયા આમ જ આગળ વધે છે પણ મારી આ બિગ બજેટ ફિલ્મ લોકો સુધી પહોંચી અને લોકોએ તેને વખાણી તે બદલ હું સૌનો જેટલો આભાર માનું તેટલો ઓછો છે.
Recent Comments