અમરેલી

સંરક્ષક નારી જાગરણના પ્રણેતા ભગવતી દેવી શર્માના મહા પ્રયાણની પૂણ્યતિથિએ અનેક વિધ કાર્યક્રમ

અમદાવાદ વાડજ અખબાર નગર પાસે આવેલી મનો દિવ્યાંગ બાળકોની સંસ્થા સ્મિત ચાઈલ્ડ એજ્યુકેશન ખાતે ગાયત્રી દિપ યજ્ઞ-ગાયત્રી ચાલીસા પાઠ-વિશ્વ શાંતિ પ્રાર્થનાનું ગીત-સંગીત સાથે સમૂહ આયોજન તા.૧૦-૯-૨૦૨૨ શનિવારે સાંજે ૪-૦૦ થી ૬-૦૦ દરમ્યાન ભાદરવા સુદ પૂનમના દિવસે અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના સંસ્થાપક/સંરક્ષક નારી જાગરણના પ્રણેતા પરમ વંદનીય માતાજી ભગવતી દેવી શર્માના મહા પ્રયાણની પૂણ્યતિથિ નિમિત્તે નવા વાડજ,અખબાર નગર પાસે આવેલી મનો દિવ્યાંગ બાળકોની સંસ્થા સ્મિત ચાઈલ્ડ એજ્યુકેશન ખાતે ગાયત્રી પરિવાર નારણપુરા-લાયન્સ ક્લબ ઓફ જોધપુર હીલ-સ્મિત ચાઈલ્ડ એજ્યુકેશન સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં કાર્યક્રમના અંતે મનો દિવ્યાંગ બાળકોને ઈલાબેન પટેલ તરફથી મિષ્ટાન્ન સાથે સ્વાદિષ્ટ  ભોજન-પ્રસાદ પીરસવામાં આવ્યુ હતું તેમજ નિ:શુલ્ક ગાયત્રી ચાલીસા,ગાયત્રી મંત્ર લેખન નોટબુક,લાલ શાહીની બોલ પેનનું વિતરણ કરવામાં આવ્યું હતુ .

Related Posts