પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી.
ભાવનગર રેન્જ આઇ.જી. અશોક કુમાર સાહેબ નાઓએ રેન્જના જિલ્લાઓમાં ગુનાઓ કરી , નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય , અને અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાં ગુનાઓ આચરી , પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતાં આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ .
અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી વી . બી . દેસાઇ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ આજ રોજ તા .૧૦ / ૦૯ / ૨૦૨૨ નાં રાજુલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન મળેલ બાતમી હકિકત આધારે ખાંભા પોલીસ સ્ટેશન ગુ.ર.નં .૧૧૧૯૩૦૨૭૨૦૪૨૬ / ૨૦૨૨ , પ્રોહી . કલમ ૬૫ ( એ ) ( એ ) , ૧૧૬ બી મુજબના કામે પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીને રાજુલા બસ સ્ટેન્ડ ખાતે પકડી પાડી , આગળની કાર્યવાહી થવા સારૂ રાજુલા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે .
પકડાયેલ આરોપીની વિગતઃ રામભાઇ હમીરભાઇ ચુડાસમા , ઉં.વ .૨૧ , રહે.ભડીયાદર , તા.ઉના , જિ. ગીરસોમનાથ ,
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી વી.બી.દેસાઇ તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે .
Recent Comments