fbpx
અમરેલી

ગુજરાત સરકાર દ્વારા ૪૪ શ્રેષ્ટ શિક્ષકો મહામાહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે એનાયત

અમદાવાદ ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે જાહેર કરતાં રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અંતર્ગત ચાલુ વર્ષે રાજ્યના ૪૪ શિક્ષકોની શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી કરાઈ છે.ગુજરાત સરકાર દ્વારા રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અંતર્ગત ચાર ઝોન સૌરાષ્ટ્ર, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાંથી વિવિધ પાંચ કેટેગરીમાં શ્રેષ્ઠ શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર ઝોન અંતર્ગત ૧૧  શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે.શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક માટે પસંદ થયેલાં લોકો પૈકી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક સળંગ એકમ આચાર્ય કેટેગરીમાં કુલ ૦૬ શિક્ષકો પૈકી શ્રી એમ.વી.પટેલ કન્યા વિદ્યાલય- અમરેલીના આચાર્યા શ્રી અરૂણાબેન મનુભાઈ માલાણી ની પસંદગી કરવામાં આવતા શૈક્ષણિક જગતમાં આનંદની લાગણી પ્રસરી છે.

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, રાજ્ય કક્ષાના મંત્રી શ્રી કિરીટસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં ટાગોર હોલ, અમદાવાદ ખાતે પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મ દિવસ ૦૫  September ૨૦૨૨ શિક્ષક દિવસના રોજ પટેલ વિદ્યાર્થી આશ્રમ-અમરેલી સંચાલિત શ્રી એમ. વી. પટેલ કન્યા વિદ્યાલય-અમરેલી ના આચાર્યા શ્રી અરુણાબેન મનુભાઈ માલાણીને મહામાહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે રાજ્યના શ્રેષ્ઠ આચાર્ય એવોર્ડ આપવામાં આવ્યો.સાથે સાથે સૌરાષ્ટ્ર અને ગુજરાતનું ગૌરવ વધારવા બદલ જિલ્લા શિક્ષણ અધિકારી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તેમજ જિલ્લાની નામાંકિત ઘણી સંસ્થાઓ દ્વારા પણ પસંદગી પામેલા આચાર્યને અભિનંદન પાઠવ્યા હતા.

Follow Me:

Related Posts