fbpx
અમરેલી

સાવરકુંડલા વિસ્તારમાંથી એક ઈસમને તમંચા તથા કાર્ટીસ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

ભાવનગર રેન્જ આઇ.જી. અશોક કુમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં આગામી સમયમાં વિધાનસભા સામાન્ય ચુંટણી યોજાનાર છે જે ચુંટણી મુકત અને ન્યાય રીતે તથા શાંતિપુર્ણ વાતાવરણમાં યોજાય તે માટે કાયદો અને વ્યવસ્થાની જાળવણી અંગે આગોતરા પગલા રૂપે પરવાના વગરના હથિયાર અને દારૂગાળો જપ્ત કરવા ખાસ ઝુંબેશ યોજવા સુચના આપેલ હોય , અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ દ્વારા અમરેલી જિલ્લામાં પરવાના વગરના હથિયારો શોધી કાઢી , સંડોવાયેલ વ્યકિતઓની ધરપકડ કરવા સઘન કાર્યવાહી હાથ ધરવા અને પોલીસ પેટ્રોલીંગ સઘન બનાવવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ .

અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી વી . બી . દેસાઇ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ ગઇ કાલ તા .૧૧ / ૦૯ / ૨૦૨૨ નાં સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ હોય , તે દરમિયાન સીમરણ ગામના પાટીયા પાસે એક ઇસમ ગેરકાયદેસર હથિયાર સાથે હોવાની બાતમી રાહે હકિકત મળેલ હોય , જે હકિકત આધારે પરપ્રાંતિય ઇસમને લાયસન્સ વગરના પ્રાણઘાતક અગ્નિશસ્ત્ર તર્મચા તથા કાર્ટીસ સાથે પકડી પાડેલ છે . પકડાયેલ આરોપી વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરી , આરોપી તથા મુદ્દામાલ આગળની કાર્યવાહી થવા સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે .

પકડાયેલ આરોપી સરદાર ભુવાનસિંહ માવી , ઉ.વ .૨૮ , રહે.કરજાળા , વાડી વિસ્તાર , તા.સાવરકુંડલા , જિ.અમરેલી , મુળ રહે.ઝીરન , તા.ભાવરા , જિ.અલીરાજપુર ( મધ્યપ્રદેશ )

પકડાયેલ અગ્નિશસ્ત્રઃ એક દેશી બનાવટનો તમંચો ( અગ્નિશસ્ત્ર ) કિં.રૂ .૩,૦૦૦ / – તથા દેશી બનાવટના તમંચાના કાર્ટીસ નંગ – ૧ કિં.રૂ .૫૦ / મળી કુલ કિં.રૂ .૩,૦૫૦ / – નો મુદ્દામાલ .

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી વી.બી.દેસાઇ તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે .

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/