અનુષ્કા શર્મા અપકમિંગ ફિલ્મ ચકડા એક્સપ્રેસના શૂટિંગ માટે લંડન પહોંચી છે. દીકરી વામિકાના જન્મ વખતે અનુષ્કાએ શૂટિંગમાં લાંબો સમય બ્રેક લીધો હતો. વામિકાના જન્મ બાદ પણ અનુષ્કા તેને પૂરતો સમય આપી રહી છે. ચકડા એક્સપ્રેસના શૂટિંગમાં અનુષ્કા તેને સાથે લઈને ગઈ છે. શૂટિંગની વચ્ચે સમય કાઢીને વામિકા સાથે અનુષ્કા એક પાર્કમાં ગઈ હતી. પાર્કમાં બંનેએ ખૂબ એન્જાેય કર્યું હતું. અનુષ્કાએ આ વખતે પણ વામિકાના ફોટોગ્રાફ્સ શેર કર્યા ન હતા, પરંતુ તેના ફોટો જાેતાં લાગે છે કે, વામિકા કરતાં વધુ મજા તેણે માણી હશે. અનુષ્કાએ ગ્રે હૂડી, જીન્સ અને સ્પોર્ટ્સ શૂઝ સાથે પાર્કમાં નાના બાળકની જેમ મજા કરી હતી. ઈન્સ્ટાગ્રામ પર ફોટોગ્રાફ્સ શેર કરતાં લખ્યું હતું કે, પાર્કમાં રમવાની બહુ મજા આવી.
પાર્કમાં દીકરી પણ સાથે હતી. અનુષ્કાએ લાફિંગ ઈમોજી સાથે પોતાની ખુશી વ્યક્ત કરી હતી. અનુષ્કા હાલ પ્રોસિત રોયની ફિલ્મ ચકડા એક્સપ્રેસમાં બિઝી છે, જે ક્રિકેટર ઝુલન ગોસ્વામીના જીવન આધારિત છે. ગુરુવારે અનુષ્કાએ ચકડા એક્સપ્રેસના શૂટિંગનો એક ફોટોગ્રાફ મૂક્યો હતો. જેમાં તે પીસીઓની બહાર ઊભી રહીને કોલ કરતી દેખાય છે. ચારે બાજુ વરસાદ પડી રહ્યો છે અને અનુષ્કા ફોનમાં ખોવાયેલી છે. આ ફોટોને અનુષ્કાએ એક સ્ટોરી સાથે સરખાવ્યો હતો. લંડનમાં અનુષ્કાની સાથે તેના પેરેન્ટ્સ પણ ગયા છે. તેમની સાથે અનુષ્કા અને વામિકા ઈંગ્લિશ ફૂડ અને માહોલ એન્જાેય કરી રહ્યા છે.
Recent Comments