ઉપરવાસ થયેલ વરસાદના કારણે પાક નુકશાનીનો સર્વે કરી વળતર માટે માંગ કરતાં પ્રતાપ દુધાત
શેત્રુંજી નદી અને ગાગડીયા નદી સાવરકુંડલા અને લીલીયા તાલુકાના કાઠાના ગામોમાં સતત ઉપરવાસ વરસાદ થવાથી ખેડૂતોના પાકોને નુકશાની અને નિષ્ફળ થવાની સંભાવનાને ધ્યાને લઈને તેમનો સર્વે કરાવીને વળતર આપવા મુખ્યમંત્રી અને કૃષિમંત્રી ને પત્ર પાઠવતા ધારાસભ્ય પ્રતાપ દુધાત.
સાવરકુંડલા વિધાનસભા મતક્ષેત્ર ના સાવરકુંડલા લીલીયા અને જેસર તાલુકાના ગામોમાં ઉપરવાસ વરસાદ સતત પડવાના કારણે શેત્રુજી નદી અને ગાગડીયા નદી માં બન્ને કાઠે પાણી (નદીના પુર) ફરી વળ્યા છે, આ બન્ને નંદી કાંઠા ના વિસ્તારના ગામો લીલીયા તાલુકા ના (૧) મોટા કણકોટ (૨) આંબા (૩) લોકા (૪) લોકી (૫) શેઢાવદર (૬) ક્રાકંચ (૭) બવાડા (૮) બવાડી (૯) ઈંગોરાળા (૧૦) ભોરીંગડા (૧૧) ટીંબડી (૧૨) ભેસાણ(૧૩) બોડીયા(૧૪) સનાળિયા (૧૫) સાંજનટીંબા તેમજ સાવરકુંડલા તાલુકાના ગામો (૧) બોરાળા (૨) જુનાસાવર (૩) ફીફાદ (૪) મેકડા (૫) આંકોલડા (૬) ખાલપર (૭) ઘોબા તેમજ વિધાનસભા મત ક્ષેત્ર ના જેસર તાલુકાના ગામ (૧) પીપરડી ગામોના ઉપરવાસ સતત વરસાદ પડવાના કારણે શેત્રુંજી અને ગાગડીયા નદીઓ બન્ને કાંઠે પાણીનો પ્રવાહ ને કારણે ખેડૂતો નાં ખેતરો પાણીમાં ગરકાવ થયેલ છે જેમાં ખેડૂતો ના ઉભા પાકો અને મોલાત ને નુકશાન અને નિષ્ફળ થવાની સભાવના રહેલી છે . આ ગામોમાં થયેલ નુકશાન નો સર્વે કરાવી નુકશાન ગ્રસ્ત ખેડૂતો ને થયેલ નુકશાની ના વળતર માટેનો સત્વરે સર્વે કરાવી ને વળતર આપવા મુંખ્યમંત્રી અને કૃષિમંત્રી શ્રી ગુજરાત રાજ્ય ને પત્ર પાઠવી ને રજુઆત કરવામાં આવેલ છે.
Recent Comments